SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૧૧૧ કથા વગેરે અનેક અવાન્તર કથાઓની યોજના પણ આમાં કરવામાં આવી છે. આ અવાન્તર કથાઓના કારણે કથાવસ્તુમાં શિથિલતા આવી ગઈ છે. પ્રથમ ત્રણ સર્ગોમાં કથા કુતગતિથી આગળ વધે છે પરંતુ ચોથા સર્ગથી ગતિ મન્થર થઈ જાય છે. છઠ્ઠા સર્ગથી તો કથાની ગતિ બહુ જ મંદ પડી જાય છે. આ કાવ્યમાં શ્વેતાંબર જૈન માન્યતા અનુસાર મલ્લિનાથને સ્ત્રી માનવામાં આવ્યા છે. આ કાવ્યમાં અનેક પાત્રો છે પરંતુ મલ્લિના ચરિત્ર સિવાય અન્ય કોઈના ચરિત્રનો વિકાસ થયો નથી. પ્રકૃતિવર્ણનો પણ ખૂબ કરવામાં આવ્યાં છે. તેમાં પર્વત, સમુદ્ર, ષતુ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ઉદ્યાનક્રીડા વગેરેનાં વર્ણનો સ્વાભાવિક અને ભવ્ય છે. પૌરાણિક મહાકાવ્ય હોવાથી આ ચરિતમાં અલૌકિક અને ચમત્કારિક તત્ત્વોને પણ દાખલ કરવામાં આવ્યાં છે. અહીં તહીં ધાર્મિક તત્ત્વો તથા વિવિધ જ્ઞાનો પણ કવિએ કાવ્યમાં પ્રદર્શિત કર્યા છે. આ કાવ્યની ભાષા પ્રસાદગુણમયી, સરળ અને ભાવપૂર્ણ છે. ભાષા ઉપર કવિનું સારું પ્રભુત્વ દેખાય છે. પ્રસંગો અનુસાર તે ક્યાંક મધુર અને સ્નિગ્ધ છે તો ક્યાંક ઓજપૂર્ણ છે તો વળી ક્યાંક ગંભીર છે. અહીં ભાષાનું વ્યાવહારિક રૂપ દેખાય છે. તેમાં દેશી ભાષાથી પ્રભાવિત શબ્દોનો પ્રયોગ થયો છે. કાવ્યમાં જનપ્રચલિત લોકોક્તિઓ અને સૂક્તિઓનો પ્રયોગ પણ પ્રચુર માત્રામાં થયો છે. આ ચરિતની રચના અનુષ્ટ્રમ્ છંદમાં કરવામાં આવી છે પરંતુ સર્ગાને છંદને બદલવામાં આવ્યો છે. આખા કાવ્યમાં અનુષ્ટ્રભુ, શાર્દૂલવિક્રીડિત, માલિની, ઈન્દ્રવજા અને શિખરિણી - આ પાંચ છંદોનો પ્રયોગ થયો છે. અલંકારની યોજનામાં કવિએ કોઈ વિશેષ પ્રયાસ કર્યો નથી છતાં ક્યાંક ક્યાંક ઉપમા અને રૂપક અલંકારોનાં સારાં ઉદાહરણો મળે છે. કવિનો શબ્દાલંકારો પ્રત્યે ઝોક વધુ છે. પ્રસ્તુત મલ્લિનાથચરિતનું પરિમાણ પ્રકાશિત પ્રતિ અનુસાર ૪૩૫૫ શ્લોકપ્રમાણ છે. જિનરત્નકોશમાં તેનું પરિમાણ ૪૨૫૦ શ્લોકપ્રમાણ જણાવ્યું છે.' ૧. એજન, સર્ગ ૧. ૧૧૬-૧૮; ૭. ર૪૦-૨૪૩; ૮. ૧૨૭ આદિ. ૨. એજન, ૧. ૫૧; ૨.૬૧; ૨. ૩૯૦; ૨.૪૧૮; ૭.પ૬૩; ૮. ૩૦૬ ૩. એજન, સર્ગ ૭. ૧૬૪; ૨. ૪૦૩; ૨.૪૧૨; ૭. ૨૩૩; ૮, ૩૩૬૯. ૨૮૭ ૪. એજન, સર્ગ ૮. પ૩૭; ૭. ૧૦૨૫; ૩.૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy