SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્લોકપ્રમાણ છે. આ કૃતિના કર્તાએ લખેલી સં. ૧૫૩૫ની એક પ્રતિ લાલબાગ, મુંબઈના એક ભંડારમાંથી મળી છે. તેના છ પ્રસ્તાવોમાં શાન્તિનાથ તીર્થંકરના બાર ભવોનું વર્ણન છે. વર્ણનક્રમમાં અનેક ઉપદેશાત્મક વાર્તાઓ પણ આવી ગઈ છે. તેથી કૃતિનો આકાર બહુ જ વધી ગયો છે. વચ્ચે વચ્ચે પ્રસંગવશ બીજી કૃતિઓમાંથી લીધેલાં પ્રાકૃત અને સંસ્કૃત પદ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કૃતિના અંતભાગમાં રત્નચૂડની સંક્ષિપ્ત કથા પણ આપવામાં આવી છે. શાન્તિનાથવિષયક અન્ય રચનાઓમાં આપણને મળે છે - જ્ઞાનસાગર (સં. ૧૫૧૭), અંચલગચ્છના ઉદયસાગર (ગ્રન્થાગ્ર ૨૭૦૦), વત્સરાજ (હીરાલાલ હંસરાજ, જામનગર ૧૯૧૪ પ્રકાશિત), હર્ષભૂષણગણિ, કનકપ્રભ (ગ્રન્થાગ્ર ૪૮૫), રત્નશેખરસૂરિ (ગ્રન્થાત્ર ૭000), ભટ્ટા. શાન્તિકીર્તિ, ગુણસેન, બ્રહ્મદેવ, બ્રહ્મજયસાગર અને શ્રીભૂષણ (સં. ૧૬૫૯), વગેરેની કૃતિઓ મળે છે. ધર્મચન્દ્રગણિએ શાન્તિનાથરાજ્યાભિષેક અને હર્ષપ્રમોદના શિષ્ય આનન્દપ્રમોદે શાન્તિનાથવિવાહ નામની રચનાઓ કરી છે. કેટલીક અજ્ઞાતકર્તૃક રચનાઓ પણ મળે છે. મેઘવિજયગણિ (૧૮મી સદી)નું શાન્તિનાથચરિત કાવ્ય મળે છે, તે નૈષધીયચરિતના પાદોના આધારે શાન્તિનાથનું જીવનચરિત પ્રસ્તુત કરે છે. તેનું વિવેચન પાદપૂર્તિ-સાહિત્યના આલેખનમાં કરવામાં આવશે. જૈન કાવ્યસાહિત્ય સત્તરમા તીર્થંકર કુંથુનાથ ઉપર પદ્મપ્રભશિષ્ય વિબુધપ્રભસૂરિની (૧૩મી સદી) કૃતિ (ગ્રન્થાત્ર ૫૫૫૫)નો ઉલ્લેખ મળે છે. અઢારમા તીર્થંકર અરનાથ ઉપર આજ સુધી કોઈ રચના મળી નથી. મલ્લિનાથચરિત ૩ ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ ઉપર અનેક સંસ્કૃત રચનાઓ મળે છે. તેમાં સૌપ્રથમ છે આઠ સર્ગોનું ‘વિનયાંકિત’ મહાકાવ્ય. સર્ગોનાં નામ વર્ણ વિષયના આધારે રાખવામાં આવ્યાં છે. આ કાવ્યમાં મિથિલાની રાજકુમારી મલ્લિ ઉપરાંત સાકેતના રાજા પ્રતિબુદ્ધ, ચંપાના રાજા ચન્દ્રછાય, શ્રાવસ્તિનરેશ રુક્ષ્મી, વારાણસીભૂપ શંખ, હસ્તિનાપુરનરેશ અદીનશત્રુ, કાંપિલ્લરાજ જિતશત્રુના ભવાન્તરોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રત્યેકબુદ્ધ રત્નચન્દ્રકથા, સત્ય હરિચન્દ્ર ૧. જિનરત્નકોશ, પૃ. ૩૮૦-૩૮. ૨. એજન, પૃ. ૯૧ ૩. યશોવિજય જૈન ગ્રન્થમાલા, સં. ૨૯, વી. સં. ૨૪૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy