________________
ભારતીય સાહિત્યમાં જૈન ધર્મનું પ્રદાન
ભારતીય વામને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે.
આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જયોતિષ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય...
આવા અણમોલ ગ્રંથોની નામાવલિની, તેમાં નિરૂપિત વિષયોની, તેના કર્તા, તેનો રચનાકાળ, તે ગ્રંથોનું શ્લોકપ્રમાણ વગેરેની સંપૂર્ણ કહી શકાય તેવી નોંધ તૈયાર કરી આજથી ૩૮ વર્ષ પૂર્વે કેટલાક સાક્ષરોએ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસના નામે સાત ભાગમાં પ્રકાશિત કરી.
- પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) એ વિચાર્યું કે આ સાતે ભાગ જો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો ખૂબ જ ઉપયોગી થશે.. તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ સાતે ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે.
ભાગ-૧,૨ અને ૪ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ સાથે ભાગ-૬ જૈન કાવ્યસાહિત્ય રજૂ થઈ રહ્યો છે. આ ભાગમાં જૈનાચાર્યો અને ઈતર જૈન લેખકોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચેલા પુરાણો, ચરિતકાવ્યો, મહાકાવ્યો ઇત્યાદીનો પરિચય આપવામાં આવ્યો છે. શ્વેતાંબર અને દિગંબર અને પરંપરાના આવા અનેક ગ્રંથોનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.
એ જ વિ.સં. ૨૦૬૨, અષાઢ સુ.૧૫, મંગળવાર પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મુંબઈ
મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org