SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જેન કાવ્યસાહિત્ય પિતાનું નામ હર્ષદવ અને માતાનું નામ વીરિકા આપ્યું છે. આ કૃતિની રચના તેમણે પોતાના અનુજ બ્ર. મંગલદાસની સહાયતાથી કરી હતી. આ પ્રસાદપૂર્ણ અને ચિત્તાકર્ષક રચના છે. અન્ય બે રચનાઓ વિમલનાથ ઉપર મળે છે - એક રચના સં. ૧૭૫૮માં ઈન્દ્રરંસગણિએ રચેલી છે, બીજી રત્નદિગણિએ રચેલી છે અને કેટલીક અજ્ઞાતકર્તક રચનાઓ પણ મળે છે. ચૌદમા તીર્થંકર ઉપર વાસવસેનકત અનન્તનાથપુરાણ નામની રચનાનો ઉલ્લેખમાત્ર મળે છે.૨ પંદરમા તીર્થંકર ધર્મનાથ ઉપર કેટલીક સાધારણ કક્ષાની અને કેટલીક મહત્ત્વપૂર્ણ રચનાઓ મળે છે. સં. ૧૨૧૬માં નેમિચન્દ્ર રચેલું ધર્મનાથચરિત મળે છે. સંભવતઃ આ નેમિચન્દ્ર તે જ છે જેમણે સં. ૧૨૧૩માં પ્રાકૃતમાં અનન્તનાથચરિતની રચના કરી હતી. બીજી રચના મહાકવિ હરિશ્ચન્દ્રકૃત ધર્મશર્માલ્યુદય મહાકાવ્ય છે. આનું વર્ણન અમે શાસ્ત્રીય મહાકાવ્યોના પ્રસંગમાં કરીશું. ત્રીજી રચના ભટ્ટારક સકલકીર્તિ (૧પમી સદી)ની છે. સોળમા તીર્થંકર શાન્તિનાથ, તીર્થંકર ઉપરાંત પાંચમા ચક્રવર્તી તથા કામદેવોમાંથી એક કામદેવ પણ હતા. તેમનું ચરિત જૈન લેખકોને ઘણું રોચક લાગ્યું, તેથી તેના ઉપર અનેક કાવ્યો સંસ્કૃતમાં લખાયાં છે. અહીં તેમનો પરિચય આપીએ છીએ. શાન્તિનાથપુરાણ આ ચરિતમાં ૧૬ સર્ગ છે અને કુલ ૨૫૦૦ પદ્ય છે. તેની રચના શક સં. ૯૧૦ આસપાસ થઈ છે. કર્તા અસગ કવિ છે. આ કવિનાં જ ચન્દ્રપ્રભચરિત અને મહાવીરચરિત પણ મળે છે. પ્રસ્તુત કાવ્યના સાતમા સર્ગમાં નાસિક્યનગરની બહાર આવેલા ગજધ્વજ શૈલનો ઉલ્લેખ છે. તેને ગજપંથ તીર્થની આસપાસના ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવેલ છે. આ ઉક્ત તીર્થની પ્રાચીનતા દર્શાવે છે.* કવિ અસગની એક અન્ય કૃતિ લઘુશાન્તિપુરાણ પણ મળે છે. તેમાં ૧૨ સર્ગ છે. એવું લાગે છે કે કવિના ૧૬ સર્ગવાળા શાન્તિપુરાણનું આ લઘુ રૂપ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૫૮ ૨. એજન, પૃ. ૭ ૩. એજન, પૃ. ૧૮૯ ૪. સર્ગ ૭. ૯૮; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૩૨ ૫. જિનરત્નકોશ, પૃ. ૩૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy