SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૧૦૩ રોહકની અવાન્તર કથા), અતિ લોભ ઉપર સોમશર્માની કથા, તથા વાણીથી જીતનારી શેઠાણીની કથા આપવામાં આવી છે. બીજા શીલતપધર્માધિકારમાં શીલના માહાભ્ય ઉપર શીલવતીની કથા, તપ-ધર્મ ઉપર નિર્ભાગ્યની કથા, જિનપૂજા ઉપર દેવપાલની કથા, ગુરુભક્તિ ઉપર શ્રેષ્ઠિપુત્ર મુગ્ધની કથા, ધર્મભક્તિ ઉપર અમરસિંહ અને પૂર્ણકલશની કથા, તથા પ્રમાદ ઉપર વિષ્ણુશર્માની કથા આપવામાં આવી છે. ત્રીજા ભાવાધિકારમાં ભાવધર્મના ઉપર ચન્દ્રોદરની કથા તથા વિલમનાથના પૂર્વભવના જીવ પધસેન રાજાએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કર્યું હતું તેનું વર્ણન છે; આ પ્રસંગે પાંચ સમિતિ અને ત્રણ ગુમિમાંથી પ્રત્યેકનું માહાભ્ય એક એક કથા દ્વારા સમજાવ્યું છે. ત્યાર પછી પાસેન રાજાએ વીસ સ્થાનકની આરાધના કરી તીર્થંકર પ્રકૃતિ બાંધી અને અવસાન પામી સહમ્રાર લોકમાં ગયા. ચોથા સર્ગમાં સહસ્ત્રાર સ્વર્ગથી શ્રુત થઈ વિમલનાથના ગર્ભમાં આવ્યા તેનું વર્ણન, તથા વિમલનાથનાં જન્મમહોત્સવ, વ્રતગ્રહણ, કેવળજ્ઞાનનું વર્ણન છે. વચમાં વરુણશેઠના ચાર પુત્રોની કથા અને લોભાકર લોભાનન્દીની કથાઓ આવે છે. પાંચમા સર્ગમાં શ્રાવકધર્મના ઉપદેશમાં ૧૨ વ્રતો ઉપર ક્રમશઃ નૃપશેખર, વિમલકમલ, સુરદત-કમલસેન, ચન્દ્રસુરેન્દ્રદત્ત, દેવદત્ત-જયદત્ત, રૌહિણેય અને તેના પિતા, સ્વર્ણશેખર-મહેન્દ્ર, વીરસેનપદ્માવતી, વાનર-અરુણદેવ, કાકજંઘ, મલયકેતુ, શાન્તિમતી-પપ્રલોચનાની કથાઓ તથા સમ્યક્ત ઉપર કુલધ્વજની કથા આપી છે. પછી ગણધરની ધર્મદેશના આવે છે અને વિમલનાથના નિર્વાણગમનનું વર્ણન આવે છે. ગ્રન્થકાર અને રચનાકાળ – ગ્રન્થના અંતે પ્રશસ્તિ છે. તેમાંથી જ્ઞાત થાય છે કે સ્તંભતીર્થ (ખંભાત)માં બહત્તપાગચ્છના રત્નસિંહના શિષ્ય જ્ઞાનસાગરે સંવત ૧૫૧૭માં શ્રાવણ વદ પાંચમના દિવસે શાણરાજ શેઠની વિનંતીથી આ કૃતિ રચી. શાણરાજ શેઠે રત્નસિંહસૂરિના ઉપદેશથી ગિરનાર પર્વત ઉપર વિમલનાથનું મંદિર બનાવ્યું હતું અને સંભવ છે કે વિમલનાથનું ચરિત લખવા માટે શેઠે તેમને વિનંતી પણ કરી હશે. જ્ઞાનસાગરની બીજી રચના શાન્તિનાથચરિત મળે છે. અન્ય રચનાઓમાં બ્રહ્મચારી કૃષ્ણજિષ્ણુ યા કૃષ્ણદાસનું વિમલપુરાણ મળે છે. તેને ૧૦ સર્ગો અને કુલ ૨૩૬૪ શ્લોકો છે. કર્તાએ પોતાને ભટ્ટારક શ્રી રત્નભૂષણના આમ્નાયના અને ઉભયભાષાચક્રવર્તી કહ્યા છે. તેમણે પોતાના ૧. મૂળ અને પં. ગાધરલાલકૃત અનુવાદ – જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા, સં. ૧૯૮૧; શ્રીલાલ શાસ્ત્રીકૃત અનુવાદ – ભા. જૈ. સિ. પ્ર. કલકત્તા તથા જૈન ગ્રન્થ રત્નાકર કાર્યાલય, કલકત્તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy