SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ચન્દ્રપ્રભચરિત આઠમા તીર્થંકર ચન્દ્રપ્રભ ઉપર અનેક સંસ્કૃત કાવ્યો મળે છે. તેમાં સૌપ્રથમ આચાર્ય વરનન્ટિ(૧૧મી સદીનો પ્રારંભીકૃત ચન્દ્રપ્રભ મહાકાવ્ય છે. તેનો વિસ્તારથી પરિચય મહાકાવ્યોના પ્રસંગે કરાવ્યો છે. બીજી કૃતિ અસગ કવિ (સં. ૧૦૪૫ લગભગ)ની હોવાનો ઉલ્લેખ મળે છે. અસગ કવિએ રચેલાં શાન્તિનાથચરિત અને વર્તમાનચરિત પણ ઉપલબ્ધ છે. - ત્રીજી રચના પ૩૨૫ શ્લોકપ્રમાણ છે. તેમાં વજાયુધ નૃપની કથા બહુ વિસ્તારથી આપી છે, તેનો ઉત્તરભાગ નાટકશેલીમાં રચાયો છે. કૃતિના કર્તા નાગેન્દ્રગથ્વીય વિજયસિંહસૂરિના શિષ્ય દેવેન્દ્ર યા દેવચન્દ્રસૂરિ છે. રચનાસંવત ૧૨૬૦ આપવામાં આવ્યો છે. ચોથી કૃતિનો સંક્ષિપ્ત પરિચય નીચે આપ્યો છે : તેર સર્ગોનું આ કાવ્ય હજુ સુધી અપ્રકાશિત છે. તેમાં જૈનોના આઠમા તીર્થંકર ચન્દ્રપ્રભનું ચરિતવર્ણન છે. સર્ગોનાં નામ વર્ય વસ્તુના આધારે રાખવામાં આવ્યાં છે, જેમકે પ્રથમ સર્ચ દાનવર્ણન, બીજો શીલવર્ણન અને ત્રીજો તપોવર્ણન. કુતિમાં ચન્દ્રપ્રભના પૂર્વભવોનું વર્ણન છે જ, સાથે સાથે વિવિધ સ્તોત્ર અને ધર્મોપદેશ સમસ્ત કાવ્યમાં ફેલાયેલાં છે અને કોઈ પણ સર્ગ અવાન્તર કથાઓથી ખાલી નથી. અવાન્તર કથાઓમાં કલાવાનુ-કલાવતી, ધનદત્ત-દેવકી, ચારિત્રરાજ, સમરકેતુ વગેરેની કથાઓ મુખ્ય છે. મૂલકથા અને અવાજોરકથાઓ અનેક ચમત્કારપૂર્ણ ઘટનાઓથી ભરપૂર છે. જો કે આ કાવ્ય તેર સર્ગોમાં છે છતાં તેની કથા તો પહેલા, છઠ્ઠા અને સાતમા આ ત્રણ સર્ગોમાં જ વર્તમાન છે. બાકીના સર્ગોમાં વિભિન્ન દેશનાઓ અને અવાન્તર કથાઓ છે. બીજથી પાંચમા સર્ગ સુધી યુગન્ધર મુનિની દેશનાઓ તથા આઠમા સર્ગથી તેરમા સુધી ચન્દ્રપ્રભ તીર્થંકરની દેશનાઓ છે. વિભિન્ન અવાજો કથાઓ અને ધર્મદશનાઓને કારણે મૂળ કથાનક અતિ શિથિલ બની ગયું જણાય ૧. જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૨. આત્મવલ્લભ ગ્રન્ય. સં. ૯, મુનિ ચરણવિજય દ્વારા સંપાદિત, અંબાલા, ૧૯૩૦; જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૧૯; હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, સં. ૭૮, ગ્રંથ સં. ૧૮૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy