SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જૈન કાવ્યસાહિત્ય અને ઉક્ત તીર્થંકરનું કંઈક ચરિત્ર આપીને રચવામાં આવી છે. - રચયિતા અને રચનાકાળ – આ કૃતિના કર્તા અરુણમણિ ગૃહસ્થ જણાય છે કારણ કે તેમણે પોતાના પિતાનું નામ આપ્યું છે. તેમણે પોતાને કાષ્ઠાસંઘ, માથુરગચ્છ, પુષ્કરગણના અનુયાયી કહ્યા છે તેમ જ શ્રુતકીર્તિશિષ્ય બુધરાઘવના શિષ્ય પણ કહ્યા છે. આ ગ્રન્થને તેમણે જહાનાબાદના પાર્શ્વનાથ મંદિરમાં બેસીને લખ્યો હતો. જહાનાબાદ બિહારમાં છે અને કૃતિની હસ્તલિખિત પ્રતિ આરામાં મળી છે. ત્રીજા તીર્થકર સંભવનાથ ઉપર સંસ્કૃતમાં સંભવનાથચરિત્રનો ઉલ્લેખ મળે છે. તેના રચયિતા કોઈ મેરૂતુંગસૂરિ મનાય છે. આ કાવ્યની રચના સં. ૧૪૧૩માં થઈ હતી. તેમની અન્ય કૃતિ કામદેવચરિત્ર (સં. ૧૪૦૯)નો ઉલ્લેખ મળે છે. મેરૂતુંગ નામના ત્રણ સૂરિ થયા છે. તેમનામાં આમનો કોઈ વિશેષ પરિચય નથી મળતો. ચોથા અને પાંચમા તીર્થંકર ઉપર પણ સંસ્કૃત રચનાઓના ઉલ્લેખ મળે છે. છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભ ઉપર પણ અનેક સંસ્કૃત કાવ્યરચનાઓના ઉલ્લેખો મળે છે. તેમાં સૌપ્રથમ સં. ૧૨૪૮માં લખાયેલી પોતાની પ્રવચનસારોદ્ધારટીકામાં સિદ્ધસેનસૂરિએ પોતે રચેલા પાપ્રભચરિતનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધસેન ચન્દ્રગચ્છ સાથે સંબંધ ધરાવતા રાજગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય હતા.* ભટ્ટારકયુગમાં પદ્મનાભ (ભાવી પ્રથમ તીર્થંકર)ના ચરિત ઉપર અનેક રચનાઓ થઈ છે. તેમાં ભ. સકલકીર્તિકૃત પાનાથચરિતનો ઉલ્લેખ મળે છે, તથા ભ. જ્ઞાનભૂષણના શિષ્ય ભ. શુભચન્દ્ર (૧૭-૧૮મો શતક)ના ગ્રન્થાઝ ૨૪૦૫ શ્લોકપ્રમાણ અને ભ. વિદ્યાભૂષણ (સં. ૧૬૮૦) તથા સોમદત્ત (સં. ૧૯૬૦)ના પદ્મનાભપુરાણો ગ્રન્થભંડારોમાં મળે છે." સાતમા તીર્થંકર સુપાર્શ્વ ઉપર સંસ્કૃતમાં કોઈ કાવ્યરચના મળતી નથી. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૨૨ ૨. એજન, પૃ. ૮૪ ૩. એજન, પૃ. ૪૪૬ ૪. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૩૮; જિનરત્નકોશ, પૃ. ૨૩૪ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy