________________
૧૮૮
૩૨
૩૨
૪૪
લાક્ષણિક સાહિત્ય સ્તુતિ-સ્તોત્ર ૨૨. વીતરાગસ્તોત્ર ૨૩. અન્યોગવ્યવચ્છેદદ્વત્રિશિકા (પદ્ય) ૨૪. અયોગવ્યવચ્છેદઢાત્રિશિકા (પદ્ય) ૨૫. મહાદેવસ્તોત્ર (પદ્ય).
અન્ય કૃતિઓ મધ્યમવૃત્તિ (સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનની ટીકા) રહસ્યવૃત્તિ ) અર્વત્રામસમુચ્ચય અન્નીતિ નાભેય-નૈમિદ્વિસંધાનકાવ્ય ન્યાયબલાબલસૂત્ર બલાબલસૂત્ર-બૃહદ્રવૃત્તિ બાલભાષાવ્યાકરણસૂત્રવૃત્તિ
આમાંથી કેટલીક કૃતિઓ વિષયમાં સંદેહ છે. સ્વપજ્ઞ લઘુવૃત્તિ
“સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ની વિશદ પરંતુ સંક્ષેપમાં સ્પષ્ટીકરણ આપનારી આ ટીકા સ્વયં હેમચંદ્રસૂરિએ રચી છે. જેને “લઘુવૃત્તિ કહેવામાં આવે છે. અધ્યાય ૧ થી ૭ સુધીની આ વૃત્તિનું શ્લોક-પરિમાણ ૬000 છે, માટે તેને “છ હજારી' પણ કહે છે. ૮મા અધ્યાય પર લઘુવૃત્તિ નથી. આમાં ગણપાઠ, ઉણાદિ આદિ નથી. સ્વોપજ્ઞ મધ્યમવૃત્તિ (લઘુવૃત્તિ-અવચૂરિપરિષ્કાર) : - પ્રથમ અધ્યાયથી સાતમા અધ્યાય સુધી ૮૦૦૦ શ્લોક-પરિમાણ “મધ્યમવૃત્તિ ની રચના સ્વંય હેમચન્દ્રસૂરિએ કરી છે એવું કેટલાક વિદ્વાનોનું મંતવ્ય છે. રહસ્યવૃત્તિ:
“સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનપર રહસ્યવૃત્તિ પણ સ્વર્ય હેમચંદ્રસૂરિએ રચી છે, એવું માનવામાં આવે છે. તેમાં બધા સૂત્રો નથી. લગભગ ૨૫૦૦
૧. “શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા છાણી તરફથી આની ચતુષ્કવૃત્તિ (પૃ. ૧-૨૪૮
સુધી) પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org