________________
વ્યાકરણ
૧૫
વિ. સં. ૧૧૮૦નો જણાવવામાં આવ્યો છે. આ શ્રુતકીર્તિના કોઈ શિષ્ય આ પ્રક્રિયા ગ્રંથ રચ્યો હતો. પદ્યમાં “રાજહંસનો ઉલ્લેખ છે. શું આ નામ કર્તાનું તો નહીં હોય ? ભગવદ્વાગુવાદિની :
કલ્પસૂત્ર'ની ટીકામાં ઉપાધ્યાય વિનયવિજય અને શ્રી લક્ષ્મીવલ્લભે નિર્દેશ કર્યો છે કે “ભગવત્પણીત વ્યાકરણનું નામ જૈનેન્દ્ર છે” આ સિવાય કશું જ નથી કહ્યું. તેનાથી પણ આગળ વધીને રત્નર્ષિ નામના કોઈ મુનિએ “ભગવદ્યાવાદિની” નામે ગ્રંથની રચના લગભગ વિ. સં. ૧૭૯૭માં કરી છે તેમાં તેમણે જૈનેન્દ્ર- * વ્યાકરણના કર્તા દેવનંદિ નહીં પરંતુ સાક્ષાત્ ભગવાન મહાવીર છે તેવું બતાવવાનો ભારપૂર્વક પ્રયત્ન કર્યો છે.
ભગવદ્વાનુવાદિની”માં જૈનેન્દ્ર-વ્યાકરણનો “શબ્દાર્ણવચન્દ્રિકાકાર' દ્વારા માન્ય થયેલો સૂત્રપાઠ માત્ર છે અને ૮૦૦ શ્લોક-પ્રમાણ છે. જૈનેન્દ્રવ્યાકરણ-વૃત્તિ: - “જૈનેન્દ્રવ્યાકરણ પર મેઘવિજય નામના કોઈ શ્વેતાંબર મુનિએ વૃત્તિની રચના કરી છે. તેઓ જે હેમકૌમુદી (ચન્દ્રપ્રભા) વ્યાકરણના કર્તા જ હોય તો આ વૃત્તિની રચના ૧૮મી શતાબ્દીમાં થઈ હોવાનું માની શકાય. અનિકારિકા વચૂરિ :
જૈનેન્દ્રવ્યાકરણની અનિકારિકા પર શ્વેતાંબર જૈન મુનિ વિજયવિમલે ૧૭મી શતાબ્દીમાં “અવચૂરિ'ની રચના કરી છે."
નિમ્નોક્ત આધુનિક વિદ્વાનોએ પણ “જેનેન્દ્રવ્યાકરણ” પર સરળ પ્રક્રિયા વૃત્તિઓની રચના કરી છે : ૧. “સિસ્ટમ્સ ઑફ ગ્રામર' પૃ. ૬૭. ૨. નાથુરામ પ્રેમી : “જૈન સાહિત્ય ઔર ઈતિહાસ પૃ. ૧૧૫. ૩. નાથુરામ પ્રેમી : “જૈન સાહિત્ય ઔર ઈતિહાસ’ પરિશિષ્ટ, પૃ. ૧૨૫. ૪. આ વૃત્તિ-ગ્રન્થનો ઉલ્લેખ “રાજસ્થાન કે જૈન શાસ્ત્ર-ભંડારોં કી ગ્રન્થસૂચી', ભા. ૨
ના પૃ. ૨૫૭ પર કરવામાં આવ્યો છે. આની પ્રતિ ૨૬-૪૯ પત્રોની મળી છે. ૫. આની હસ્તલિખિત પ્રતિ છાણીના ભંડારમાં (સં. પ૭૮) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org