SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શબ્દાર્ણવચન્દ્રિકા (જૈનેન્દ્રવ્યાકરણવૃત્તિ): દિગમ્બર સોમદેવ મુનિએ ‘જૈનેન્દ્રવ્યાકરણ' પર આધારિત આચાર્ય ગુણનંદિના ‘શબ્દાર્ણવ' સૂત્રપાઠ પર ‘શબ્દાર્ણવચન્દ્રિકા' નામની એક વિસ્તૃત ટીકાની રચના કરી હતી. ગ્રંથકાર સ્વયં કહે છે કે : 'श्रीसोमदेवयतिनिर्मितमादधाति या, नौः प्रतीतगुणनन्दितशब्दवारिधौ । ' લાક્ષણિક સાહિત્ય અર્થાત્ શબ્દાર્ણવમાં પ્રવેશવા માટેની નૌકા સમાન આ ટીકા સોમદેવ મુનિએ રચી છે. તેમાં શાકટાયનના પ્રત્યાહારસૂત્રોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જૈનેન્દ્રનું ટીકા સાહિત્ય શાકટાયનની કૃતિથી ખૂબ જ ઉપકૃત થયેલું જણાય છે. શબ્દાર્ણવપ્રકિયા (જૈનેન્દ્રવ્યાકરણ-ટીકા) : આ ગ્રંથ (વિ. સં. ૧૧૮૦) જૈનેન્દ્રપ્રક્રિયા'ના નામે છપાયો છે અને પ્રકાશકે તેના કર્તાનું નામ ગુણનંદિ જણાવ્યું છે પરંતુ એ બરાબર નથી. જો કે અંતિમ પદોમાં ગુણનંદિનું નામ છે, પરંતુ તે તો તેમની પ્રશંસાત્મક સ્તુતિ સ્વરૂપે છે : 'राजन्मृगाधिराजो गुणनन्दी भुवि चिरं जीयात् ।' આવી આત્મપ્રશંસા સ્વયં કર્તા પોતાના માટે ન કરી શકે. સોમદેવની ‘શબ્દાર્ણવચન્દ્રિકા' ના આધારે રચાયેલ પ્રક્રિયાબદ્ધ ટીકાગ્રંથ છે ત્રીજા પદ્યમાં શ્રુતકીર્તિનું નામ આ પ્રમાણે ઉલ્લિખિત છે ઃ 'सोऽयं यः श्रुतकीर्तिदेवयतिपो भट्टारकोत्तंसकः । म्यान्मम मानसे कविपतिः सद्ाजहंसश्चिरम् ॥' Jain Education International આ શ્રુતકીર્તિ ‘પંચવસ્તુ’કાર શ્રુતકીર્તિથી જુદા હશે, કેમ કે આમાં શ્રુતિકીર્તિને ‘કવિપતિ’ કહ્યા છે. સંભવતઃ શ્રવણ બેલ્ગોલના ૧૦૮મા શિલાલેખમાં જે શ્રુતકીર્તિનો ઉલ્લેખ છે તે આ જ હશે તેવું અનુમાન છે. આ શ્રુતકીર્તિનો સમય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy