________________
વ્યાકરણ
પરિમાણમાં કરી છે. આ ન્યાસના અધ્યાય ૪, પાદ ૩, સૂત્ર ૨૧૧ સુધીની હસ્તિલિખિત પ્રતિઓ મળે છે, બાકીનો ભાગ હજી સુધી હસ્તગત નથી થયો. મુંબઈના ‘સરસ્વતી-ભવન'માં તેની બે અપૂર્ણ પ્રતો છે. ગ્રંથકારે સર્વપ્રથમ પૂજ્યપાદ અને અકલંકને નમસ્કાર કરીને ન્યાસ-રચનાનો આરંભ કર્યો છે. તે પોતાના ન્યાસ વિશે આ પ્રમાણે કહે છે :
शब्दानामनुशासनानि निखिलान्यध्यायताहर्निशं, यो यः सारतरो विचारचतुरस्तल्लक्षणांशो गतः । तं स्वीकृत्य तिलोत्तमेव विदुषां चेतश्चमत्कारकसुव्यक्तेरसमैः प्रसन्नवचनैर्न्यासः समारभ्यते ॥४॥
આ આરંભ-વચનથી જ તેમનાં વ્યાકરણ-વિષયક અધ્યયન અને પાંડિત્યની જાણ થઈ જાય છે. તેઓ પોતાના સમયના મહાન ટીકાકાર અને દાર્શનિક વિદ્વાન હતા. તેમના ગ્રંથોને જોતાં જ તે ખબર પડે છે. ન્યાસમાં તેમણે દાર્શનિક શૈલી અપનાવી છે અને વિષયનું વિવેચન સ્કૂટરીતિથી કર્યું છે.
૧
તેમના ગ્રંથોની પ્રશસ્તિઓ અને શિલાલેખથી પણ એ સ્પષ્ટ થાય છે કે આચાર્ય પ્રભાચંદ્ર ધારાધીશ ભોજદેવ અને જયસિંહદેવના રાજ્યકાળમાં વિદ્યમાન હતા. એક જગ્યાએ તો એમ પણ કહેવામાં આવ્યું છે કે ભોજદેવ તેમની પૂજા કરતો હતો. ભોજદેવનો સમય વિ. સં. ૧૦૭૦ થી ૧૧૧૦ માનવામાં આવે છે, આથી આ ન્યાસગ્રંથની રચના તે દરમ્યાન થઈ હશે તેમ કહી શકીએ. પં. મહેન્દ્રકુમારે ન્યાસરચનાનો સમય ઈ.સ. ૯૮૦ થી ૧૦૬૫ જણાવ્યો છે.૨
પંચવસ્તુ (જૈનેન્દ્રવ્યાકરણ-વૃત્તિ) :
‘પંચવસ્તુ’ ટીકા (વિ. સં. ૧૧૪૬) ‘જૈનેન્દ્રવ્યાકરણ' ના પ્રાચીન સૂત્રપાઠનો પ્રક્રિયા-ગ્રંથ છે. તેની શૈલી સુબોધ અને સુંદર છે. તે ૩૩૦૦ શ્લોક-પ્રમાણનો છે. વ્યાકરણના પ્રારંભિક અભ્યાસીઓ માટે આ ગ્રંથ બહુ ઉપયોગી છે.
१. श्रीधाराधिपभोजराजमुकुटप्रोताश्मरश्मिच्छटाछायाकुङ्कुमपङ्कलितचरणाम्भोजातलक्ष्मीधवः ।
न्यायाब्जाकरमण्डने दिनमणिश्शब्दाब्जरोदोमणिः स्थेयात् पण्डितपुण्डरीकतरणिः श्रीमान् प्रभाचन्द्रमाः ||१७|| श्री चतुर्मुखदेवानां शिष्योऽधृष्यः प्रवादिभिः । पण्डितश्रीप्रभाचन्द्रो रुद्रवादिगजाङ्कुशः ॥१८॥
૨. પ્રમેયકમલમાર્તણ્ડ
Jain Education International
૧૧
શિલાલેખ-સંગ્રહ ભા. ૧, પૃ. ૧૧૮.
પ્રસ્તાવના, પૃ. ૬૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org