________________
૧૦
જૈનેન્દ્રન્યાસ, જૈનેન્દ્રભાષ્ય અને શબ્દવતારન્યાસ :
દેવનંદિ કે પૂજ્યપાદે પોતાના ‘જૈનેન્દ્રવ્યાકરણ' ૫૨ સ્વોપજ્ઞ ન્યાસ અને ‘પાણિનીય વ્યાકરણ' ૫૨ ‘શબ્દાવતાર' ન્યાસની રચના કરી છે, એમ શિમોગા જિલ્લાના નગરતાલુકાના ૪૬મા શિલાલેખ પરથી જાણી શકાય છે. આ શિલાલેખમાં આ બંને ન્યાસ-ગ્રંથોનો ઉલ્લેખ નીચેના પઘાંશમાં આ રીતે મળે છે ઃ 'न्यासं 'जैनेन्द्र 'संज्ञं सकलबुधनतं पाणिनीयस्य भूयो,
न्यासं 'शब्दावतारं ' मनुजततिहितं वैद्यशास्त्रं च कृत्वा ।'
શ્રુતકીર્તિએ ‘જૈનેન્દ્રવ્યાકરણ’ની ‘પંચવસ્તુ' નામની ટીકામાં ‘મોડથ શય્યાતલમ્' વ્યાકરણરૂપ મહેલમાં ભાષ્ય શય્યાતલ છે એવો ઉલ્લેખ કર્યો છે તેના આધારે ‘જૈનેન્દ્રવ્યાકરણ’ પર ‘સ્વોપજ્ઞ ભાષ્ય’ હોવાનું પણ અનુમાન કરવામાં આવે છે, પરંતુ આ ભાષ્ય કે ઉપયુક્ત બંને ન્યાસોમાંથી કોઈપણ ન્યાસ પ્રાપ્ત થયેલ નથી.
―
મહાવૃત્તિ (જૈનેન્દ્રવ્યાકરણ-વૃત્તિ) :
અભયનંદિ નામક દિગંબર જૈન મુનિએ દેવનંદિના મૂળ સૂત્રપાઠ પર ૧૨૦૦૦ શ્લોક-પરિમાણ ટીકા રચી છે, જે ઉપલબ્ધ ટીકાઓમાં સૌથી પ્રાચીન છે. તેમનો સમય વિક્રમની ૮મી-૯મી શતાબ્દી છે.
લાક્ષણિક સાહિત્ય
‘પંચવસ્તુ’ ટીકાના કર્તા શ્રુતકીર્તિએ આ વૃત્તિને ‘જૈનેન્દ્રવ્યાકરણ’રૂપી મહેલના કમાડની ઉપમા આપી છે. વાસ્તવમાં આ વૃત્તિના આધારે બીજી ટીકાઓનું નિર્માણ થયું છે. આ વૃત્તિ વ્યાકરણસૂત્રોના અર્થને વિશદ શૈલીમાં પ્રગટ કરવામાં ઉપયોગી
બની છે.
અભયનંદિએ પોતાની ગુરુ-પરંપરા કે ગ્રંથરચનાનો સમય નથી આપ્યો તો પણ તેઓ ૮-૯મી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ડૉ. બેલ્વેલકરે અભયનંદિનો સમય ઈ.સ. ૭૫૦નો બતાવ્યો છે, પરંતુ તે સાચો નથી. અભયનંદિના અન્ય ગ્રંથો વિષયમાં કંઈ પણ જ્ઞાત નથી.
શબ્દામ્ભોજભાસ્કરન્યાસ :
દિગંબરાચાર્ય પ્રભાચંદ્રે (વિ. ની ૧૧મી સદી) જૈનેન્દ્રવ્યાકરણ’ પર ‘શબ્દામ્ભોજભાસ્કર' નામે ન્યાસ-ગ્રંથની રચના લગભગ ૧૬૦૦૦ શ્લોક
૧. આ વૃત્તિ ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી પ્રકાશિત થઈ છે.
૨. ‘સિસ્ટમ્સ ઑફ ગ્રામર' પેરા૦ ૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org