________________
લાક્ષણિક સાહિત્ય પાછળના જૈન ગ્રંથકારોએ તો “જૈનેવ્યાકરણ ને જ “ઐન્દ્ર વ્યાકરણ તરીકે 'બતાવવાનો પ્રયત્ન કર્યો છે. વસ્તુતઃ “ઐન્દ્ર” અને “જૈનેન્દ્ર—આ બંને વ્યાકરણ જુદા-જુદા હતા. જૈનેન્દ્રથી અતિ પ્રાચીન એવા અનેક ઉલ્લેખ “ઐન્દ્રવ્યાકરણ' વિશે મળે છે.
દુગાચાર્યે “નિરુક્ત-વૃત્તિમાં પૂ. ૧૦ના પ્રારંભમાં “ઈન્દ્ર-વ્યાકરણ'નું સૂત્ર આ રીતે આપ્યું છે: “શષ્યા “ઝથ વસમૂહૂંટ' ત વ્યારણ્ય'
જૈન શાકટાયન વ્યાકરણ” (સૂત્ર-૧.૨. ૩૭)માં “ઇન્દ્ર-વ્યાકરણ'નો મત પ્રદર્શિત થયો છે.
ચરકના વ્યાખ્યાતા ભટ્ટારક હરિશ્ચન્દ્ર “ઈન્દ્ર-વ્યાકરણ'નો નિર્દેશ આ રીતે કર્યો છે : “શાસ્ત્રષ્ય કથ વસમૂહ' રૂતિ રેન્દ્ર-વ્યક્ઝિરી '
દિગમ્બરાચાર્ય સોમદેવસૂરિએ પોતાના “ શસ્તિત્રવધૂ' (આશ્વાસ ૧, પૃ. ૯૦)માં “ઈન્દ્ર-વ્યાકરણ'નો ઉલ્લેખ કર્યો છે.
ઐન્દ્ર-વ્યાકરણની રચના ઈસુ પૂર્વે પ૯૦માં થઈ હશે તેવો વિદ્વાનોનો મત છે. પરંતુ આ વ્યાકરણ આજ સુધી ઉપલબ્ધ થયું નથી. શબ્દપ્રાભૃત (સપાહુડ):
જૈન આગમોનું બારમું અંગ “દષ્ટિવાદ'ના નામે હતું. જે હવે ઉપલબ્ધ નથી. આ અંગમાં ૧૪ પૂર્વ સમાયેલાં હતાં. પ્રત્યેક પૂર્વનો “વસ્તુ અને વસ્તુનો અવાન્તર વિભાગ પ્રાભૃત” નામે ઓળખાતો. “આવશ્યક-પૂર્ણિ”, “અનુયોગદ્વાર-ચૂર્ણિ” (પત્ર ૪૭), સિદ્ધસેનગણિકૃત તત્ત્વાર્થસૂત્ર-ભાગ્ય-ટીકા' (પૃ. ૫૭) અને માલધારી હેમચન્દ્રસૂરિકૃત અનુયોગદ્વારસૂત્ર-ટીકા” (પત્ર ૧૫O)માં “શબ્દપ્રાભૃત'નો ઉલ્લેખ મળે છે.
સિદ્ધસેનગણિએ કહ્યું છે કે “પૂર્વોમાં જે “શબ્દપ્રાભૃત” છે, તેમાંથી વ્યાકરણનો ઉદ્દભવ થયો છે.”
“શબ્દપ્રાભૃત” લુપ્ત થઈ ગયું છે. તે કઈ ભાષામાં હતું તે નિશ્ચિતરૂપે કહી શકાતું નથી. એમ માનવામાં આવે છે કે ચૌદ પૂર્વ સંસ્કૃત ભાષામાં હતા. આથી “શબ્દપ્રાભૃત'
૧. વિનયવિજય ઉપાધ્યાય (સં. ૧૬૯૬) અને લક્ષ્મીવલ્લભ મુનિ (૧૮મી શતાબ્દી)એ
જૈનેન્દ્રને જ ભગવત્પણીત બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org