SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ ભગવાન મહાવીર પૂર્વે કોઈ જૈનાચાર્યે વ્યાકરણની રચના કરી હોય એમ નથી જણાતું. “ઐન્દ્રવ્યાકરણ' મહાવીરના સમયમાં (ઈ. પૂર્વે પ૯૦)માં રચાયું. “સદપાહુડ' મહાવીર પછીના સમયમાં (ઈ. પૂર્વે પપ૭)માં રચાયું. પરંતુ આ બંને વ્યાકરણોમાંથી એક પણ ઉપલબ્ધ નથી. ત્યારબાદ દિગંબર જૈનાચાર્યદેવનદિએ “જૈનેન્દ્રવ્યાકરણની રચના વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં કરી જેને જૈન વ્યાકરણ-ગ્રંથોમાં ઉપલબ્ધ એવી સર્વપ્રથમ રચના કહી શકાય. આ જ રીતે યાપનીય સંઘના આચાર્ય શાકટાયને લગભગ વિ.સં. ૯૦૦માં “શબ્દાનુશાસન'ની રચના કરી, જે યાપનીય સંઘનું આદ્ય અને જૈનોનું ઉપલબ્ધ એવું બીજું વ્યાકરણ છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ “પંચગ્રન્થી’ વ્યાકરણ વિ.સં. ૧૦૮૦માં રચ્યું છે. જેને શ્વેતાંબર જૈનોના ઉપલબ્ધ વ્યાકરણ-ગ્રંથોમાં સર્વપ્રથમ રચના કહી શકીએ. ત્યારબાદ હેમચન્દ્રસૂરિએ પંચાંગોથી યુક્ત એવા “સિદ્ધ-હેમચન્દ્રશબ્દાનુશાસન'ની રચના કરી. ત્યારબાદ જેમનું વિગતવાર વર્ણન અમે અહીં કરી રહ્યા છીએ તેવા બીજા અનેક વૈયાકરણો થઈ ગયા જેમણે સ્વતંત્ર વ્યાકરણની કે ટીકા, ટિપ્પણ તથા આંશિકરૂપે વ્યાકરણગ્રંથોની રચનાઓ કરી છે. ઐન્દ્ર-વ્યાકરણ: પ્રાચીન કાળમાં ઇન્દ્ર નામક આચાર્યે રચેલો એક વ્યાકરણ ગ્રંથ હતો પરંતુ તે નાશ પામ્યો છે. ઐન્દ્ર-વ્યાકરણ વિશે જૈનગ્રંથોમાં એવી પરંપરા અને માન્યતા છે કે ભગવાન મહાવીરે ઇન્દ્રને માટે એક શબ્દાનુશાસન કહ્યું, જેને ઉપાધ્યાયે (લેખાચા) સાંભળીને લોકમાં ઐન્દ્ર નામે પ્રગટ કર્યું. એમ માનવું અતિરેકપૂર્ણ કહેવાશે કે ભગવાન મહાવીરે આવા કોઈ વ્યાકરણની રચના કરી હોય અને તે પણ માગધી કે પ્રાકૃત ભાષામાં ન હોતાં બ્રાહ્મણોની પ્રમુખ ભાષા સંસ્કૃતમાં જ હોય. ૧. ડૉ. એ.સી. બર્નલે ઐન્દ્રવ્યાકરણ-સંબંધી ચીની, તિબ્બતી અને ભારતીય સાહિત્યમાંના ઉલ્લેખોનો સંગ્રહ કરી “ઑન દી ઐન્દ્ર સ્કૂલ ઑફ ગ્રામરિયન્સ' નામનો એક મોટો ગ્રંથ લખ્યો છે : ૨. “ન પ્રષ્ટઐન્દ્ર તદ્ મુવિ વ્યારા-'-કથાસરિત્સાગર, તરંગ ૪. 3. सक्को अ तस्समक्खं भगवंतं आसणे निवेसित्ता। सद्दस्स लक्खणं पुच्छे वागरणं अवयवा इंदं ॥ –આવશ્યકનિયુક્તિ અને હારિભદ્રીય “આવશ્યકવૃત્તિ ભા. ૧, પૃ. ૧૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy