________________
આયુર્વેદ
૨૩૩
છે. અંતમાં ‘નાડીનિર્ણય' એવું નામ આપ્યું છે. સમગ્ર ગ્રંથ પદ્યાત્મક છે. ૪૧ પદ્યોમાં ગ્રંથ પૂર્ણ થાય છે. આમાં મૂત્રપરીક્ષા, તેલબિંદુની દોષપરીક્ષા, નેત્રપરીક્ષા, મુખપરીક્ષા, જિલ્લાપરીક્ષા, રોગોની સંખ્યા, વરના પ્રકાર વગેરે સંબંધી વિવેચન છે.
જગત્સુન્દરીપ્રયોગમાલા ઃ
=
‘યોનિપ્રામૃત’ અને ‘જગત્સુન્દરીપ્રયોગમાલા’ – આ બંને ગ્રંથોની એક જીર્ણ પ્રત પૂનાના ભાંડારકર ઈન્સ્ટીટ્યૂટમાં છે. બંને ગ્રંથ એકબીજામાં મિશ્રિત થઈ ગયા છે.
‘જગત્સુન્દરીપ્રયોગમાલા’ ગ્રંથ પદ્યાત્મક પ્રાકૃતભાષામાં છે. વચ્ચે ક્યાંક-ક્યાંક ગદ્યમાં સંસ્કૃત ભાષા અને ક્યાંક તો તત્કાલીન હિંદી ભાષાનો પણ ઉપયોગ જોવા મળે છે. આમાં ૪૩ અધિકાર છે અને લગભગ ૧૫૦૦ ગાથાઓ છે.
આ ગ્રંથના કર્તા યશઃકીર્તિ મુનિ છે. તેઓ ક્યારે થયા અને તેમણે અન્ય કયા ગ્રંથો રચ્યા, એ વિષયમાં જાણકારી નથી મળતી. પૂનાની હસ્તલિખિત પ્રતના આધારે કહી શકાય કે યશઃકીર્તિ વિ.સં.૧૫૮૨ પહેલાં ક્યારેક થયા છે.
પ્રસ્તુત ગ્રંથમાં પરિભાષાપ્રકરણ, જ્વરાધિકાર, પ્રમેહ, મૂત્રકૃચ્છ, અતિસાર, ગ્રહણી, પાણ્ડ, રક્તપિત્ત વગેરે વિષયો પર વિવેચન છે. આમાં ૧૫ યન્ત્રો પણ છે જેમનાં નામ આ મુજબ છે ઃ ૧. વિદ્યાધરવાપીયંત્ર, ૨. વિદ્યાધરીયંત્ર, ૩. વાયુયંત્ર, ૪. ગંગાયંત્ર, ૫. ઐરાવણયંત્ર, ૬. ભેરુડયંત્ર, ૭. રાજાભ્યુદયયંત્ર, ૮. ગતપ્રત્યાગતયંત્ર, ૯. બાણગંગાયંત્ર, ૧૦. જલદુર્ગભયાનકયંત્ર, ૧૧. ઉરયાગાસે પક્ખિ ભ૰ મહાયંત્ર, ૧૨. હંસશ્રવાયંત્ર, ૧૩. વિદ્યાધરીનૃત્યયંત્ર, ૧૪. મેઘનાદભ્રમણવર્તયંત્ર, ૧૫. પાણ્ડવામલીયંત્ર.
આમાં જે મંત્ર છે તેનો એક નમૂનો આ મુજબ છે ઃ
१. जसइत्तिणाममुणिणा भणियं णाऊण कलिसरूवं च । वासिगहिउ विहु भव्वो जह मिच्छत्तेण संगिलइ ॥ १३ ॥
૨. આ ગ્રંથ એસ. કે. કોટેચાએ ધૂલિયાથી પ્રકાશિત કર્યો છે. આમાં અશુદ્ધિઓ ઘણી રહી ગઈ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org