________________
૨૩૦
વૈઘવલ્લભ :
મુનિ હિતચિ' ના શિષ્ય હસ્તિચિએ વૈઘવલ્લભ નામક આયુર્વેદવિષયક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ પદ્યમાં છે તથા આઠ અધ્યાયોમાં વિભક્ત છે. આમાં નિમ્નલિખિત વિષયો છે :
૧. સર્વજ્વપ્રતીકાર (પદ્ય ૨૮), ૨. સર્વસ્ત્રીરોગપ્રતીકાર (૪૧), ૩. કાસક્ષયશોફ-ફિરંગ-વાયુ-પામા-દદુ-રક્ત-પિત્તપ્રકૃતિરોગપ્રતીકાર (૩૦), ૪. ધાતુપ્રમેહમૂત્રકૃચ્છ-લિંગવર્ધન-વીર્યવૃદ્ધિ-બહુમૂત્રપ્રકૃતિરોગપ્રતીકાર (૨૬), ૫. ગુદરોગપ્રતીકાર (૨૪), ૬. કુષ્ટવિષ-બરહલ્લે-મન્દાગ્નિ-કમલોદરપ્રભૃતિરોગપ્રતીકા૨ (૨૬), ૭. શિરકર્ણાક્ષિરોગપ્રતીકાર (૪૨), ૮. પાક-ગુટિકાઘધિકારશેષયોગનિરૂપણ.
દ્રવ્યાવલી-નિઘટુ :
મુનિ મહેન્દ્ર ‘દ્રવ્યાવલી-નિઘંટુ’ નામક ગ્રંથની રચના કરી છે. આ વનસ્પતિઓનો કોશગ્રંથ હોવાનું જણાય છે. ગ્રંથ ૯૦૦ શ્લોક-પરિમાણ છે.
સિદ્ધયોગમાલા :
*
લાક્ષણિક સાહિત્ય
સિદ્ધર્ષિ મુનિએ ‘સિદ્ધયોગમાલા' નામક વૈદ્યક-વિષયક ગ્રંથની રચના કરી છે. આ કૃતિ ૫૦૦ શ્લોક-પરિમાણ છે. ‘ઉપમિતિભવપ્રપચ્ચાકથા'ના રચયિતા સિદ્ધર્ષિ જ આ ગ્રંથના કર્તા હોય તો આ કૃતિ ૧૦મી શતાબ્દીમાં રચવામાં આવી હશે, એમ કહી શકીએ.
રસપ્રયોગઃ
સોમપ્રભાચાર્યે ‘રસપ્રયોગ’ નામક ગ્રંથની રચના કરી છે. આમાં રસનું નિરૂપણ અને પારાના ૧૮ સંસ્કારોનું વર્ણન હશે, એવું જણાય છે. આ સોમપ્રભાચાર્ય ક્યારે થયા તે અજ્ઞાત છે.
રસચિન્તામણિ :
અનન્તદેવસૂરિએ ‘રસચિન્તામણિ’ નામક ૯૦૦ શ્લોક-પરિમાણ ગ્રંથ રચ્યો છે. ગ્રંથ જોવામાં આવ્યો નથી.
૧. તપાગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય ઉદયરુચિના શિષ્યનું નામ પણ હિતાચિ હતું. તે આ જ હોય તો તેમણે ‘પડાવશ્યક’ પર વિ.સં.૧૯૨૭માં વ્યાખ્યા લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org