________________
૨૨૯
આયુર્વેદ યોગચિન્તામણિ :
નાગપુરીય તપાગચ્છના આચાર્ય ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય આચાર્ય હર્ષકીર્તિસૂરિએ યોગચિન્તામણિ' નામક વૈદ્યક-ગ્રંથની રચના લગભગ વિ.સં.૧૯૬૦માં કરી છે. આ કૃતિ “વૈદ્યકસાનસંગ્રહ' નામથી પણ પ્રસિદ્ધ છે.
આત્રેય, ચરક, વાલ્મટ, સુશ્રુત, અશ્વિ, હારીતક, વૃન્દ, કલિક, ભૃગુ, ભેલ વગેરે આયુર્વેદના ગ્રંથોનું રહસ્ય પ્રાપ્ત કરી આ ગ્રંથનું પ્રણયન કરવામાં આવ્યું છે, એવો ગ્રંથકારે ઉલ્લેખ કર્યો છે.'
આ ગ્રંથના સંકલનમાં ગ્રંથકારની ઉપકેશગચ્છીય વિદ્યાતિલક વાચકે સહાયતા કરી હતી.
ગ્રંથમાં ૨૯ પ્રકરણો છે, જેમાં નિમ્નલિખિત વિષયો છે :
૧. પાકાધિકાર, ૨. પુષ્ટિકારકયોગ, ૩. ચૂર્ણાધિકાર, ૪. ક્વાથાધિકાર, ૫. વૃતાધિકાર, ૬. તૈલાધિકાર, ૭. મિશ્રકાધિકાર, ૮. સંખદ્રાવવિધિ, ૯, ગન્ધકશોધન, ૧૦. શિલાજિસત્ત્વવર્ણાદિધાતુ-મારણાધિકાર, ૧૧. મંડૂરપાક, ૧૨. અબ્રકમારણ, ૧૩. પારદમારણરાદિકો હિંગૂલસે પારદસાધન, ૧૪. હરતાલમારણ-નાગતાંબાકાઢણવિધિ, ૧૫. સોવનમાપીમણશિલાદિશોધન-લોકનાથરસ, ૧૬. આસવાધિકાર, ૧૭. કલ્યાણગુલ-જંબીરદ્રવલેપાધિકાર-કેશકલ્પલેપ-રોમશાતન, ૧૮. મલમ-રુધિરસ્ત્રાવ, ૧૯. વમન-વિરેચનવિધિ, ર૦. બફારી અધૂલી નાસિકાયાં મસ્તકરોધબન્ધન, ૨૧. તક્રપાનવિધિ, ૨૨. ક્વેરહાદિસાધારણયોગ, ૨૩. વર્ધમાનહરીતકી-ત્રિફલાયોગ-ત્રિગડૂ-આસગન્ધ, ૨૪. કાયચિકિત્સા-એરડતૈલ-હરીતકીત્રિફલાદિસાધારણયોગ, ૨૫. ડુંભ-વિષચિકિત્સા-સ્ત્રીકુક્ષિરોગ-ચિકિત્સા, ૨૬. ગર્ભનિવારણ-કર્મવિપાક, ર૭. (વધ્યારે સ્ત્રી-રોગાધિકાર-સર્વરોગસર્વદોષશાન્તિકરણ, ૨૮. નાડી પરીક્ષા-મૂત્રપરીક્ષા, ૨૯. નેત્રપરીક્ષા-જિલ્લાપરીક્ષાદિ.
૧. માયા રર-વાપર-સુશ્રુતાપ્ર-રાત-વૃન્દ્ર-ત્નિ-મૃ-એ(7)પૂર્વાદ
येऽमी निदानयुतकर्मविपाकमुख्यास्तेषां मतं समनुसृत्य मया कृतोऽयम् ॥ ૨. શ્રીમવુપાચ્છીયવિદતિત્વવી:
किञ्चित् संकलितो योगवार्ता किञ्चित् कृतानि च ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org