SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમું પ્રકરણ કોષ્ટક કોષ્ટકચિત્તામણિઃ આગમગચ્છીય આચાર્યદેવરત્નસૂરિના શિષ્ય આચાર્યશીલસિંહસૂરિએ પ્રાકૃતમાં ૧૫૦ પદ્યોમાં “કોઇકચિંતામણિ' નામક ગ્રંથની રચના કરી છે. સંભવતઃ ૧૩મી શતાબ્દીમાં આની રચના કરવામાં આવી હશે, એવું પ્રતીત થાય છે. આ ગ્રંથમાં ૯, ૧૬, ૨૦વગેરે કોષ્ટકોમાં જે-જે અંકોને રાખવાનું વિધાન કર્યું છે તેમને ચારે તરફથી ગણવાથી સરવાળો એક સમાન આવે છે. આ મુજબ પંદરિયા, વીસા, ચોત્રીસા વગેરે શતાધિક યંત્રો વિશે વિવરણ છે. આ ગ્રંથ હજી પ્રકાશિત નથી થયો. કોષ્ટકચિન્તામણિ-ટીકાઃ શીલસિંહસૂરિએ પોતાના “કોઇકચિંતામણિ' ગ્રંથ પર સંસ્કૃતમાં વૃત્તિ પણ રચી છે. ૧. મૂળ ગ્રંથસહિત આટીકાની ૧૦૧ પત્રોની લગભગ ૧૬મી શતાબ્દીમાં લખવામાં આવેલી * પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy