SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ આય ૨૨૩ सुग्रीवादिमुनीन्द्रैः रचितं शास्त्रं यदायसद्भावम् । तत् संप्रत्यर्थाभिर्विरच्यते मल्लिषेणेन ॥ તેમણે ભટ્ટ વસરિનો પણ ઉલ્લેખ કર્યો છે. તે ગ્રંથોમાંથી સારગ્રહણ કરી મલ્લિષેણે ૧૯૫ શ્લોકોમાં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ૨૦ પ્રકરણોમાં વિભક્ત છે. કર્તાએ આમાં અષ્ટ આય – ૧. ધ્વજ, ૨. ધૂમ, ૩. સિંહ, ૪. મંડલ, ૫. વૃષ, ૬. ખર, ૭. ગજ, ૮. વાયસ- ના સ્વરૂપ અને ફળોનું સુંદર વિવેચન કર્યું છે. આયોની અધિષ્ઠાત્રી પુલિન્ટિની દેવીનું આમાં સ્મરણ કરવામાં આવ્યું છે. ગ્રંથના અંતે કર્તાએ કહ્યું છે કે આ કૃતિથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું જ્ઞાન થાય છે. અન્ય વ્યક્તિને વિદ્યા ન આપવા માટે પણ પોતાનો વિચાર આ મુજબ પ્રકટ કર્યો છે : अन्यस्य न दातव्यं मिथ्यादृष्टेस्तु विशेषतः । शपथं च कारयित्वा जिनवरदेव्याः पुरः सम्यक् ॥ આ ગ્રંથ પ્રકાશિત થયો નથી. આયસભાવ-ટીકાઃ “આયસભાવ' પર ૧૬૦૦ શ્લોક-પ્રમાણ અજ્ઞાત કર્તા દ્વારા ટીકાની રચના થઈ છે. આ ટીકા પણ અપ્રકાશિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy