________________
૨૨૦
जैन आसीद् जगद्वन्द्यो गर्गनामा महामुनिः । तेन स्वयं निर्णीतं यत् सत्पाशाऽत्र केवली ॥ एतज्ज्ञानं महाज्ञानं जैनर्षिभिरुदाहृतम् । प्रकाश्य शुद्धशीलाय कुलीनाय महात्मभिः ॥
લાક્ષણિક સાહિત્ય
‘મદનકામરત્ન’ ગ્રંથમાં પણ એવો ઉલ્લેખ મળે છે. આ ગ્રંથ સંસ્કૃતમાં હતો કે પ્રાકૃતમાં, તે જ્ઞાત નથી. ગર્ગ મુનિ ક્યારે થયા, તે પણ અજ્ઞાત છે. તે અતિ પ્રાચીન સમયમાં થયા હશે, એવું અનુમાન છે. તેમણે એક ‘સંહિતા’ ગ્રંથની પણ રચના કરી હતી.
પાશાકેવલી :
અજ્ઞાતકર્તૃક ‘પાશાકેવલી’ ગ્રંથ'માં સંકેતના પારિભાષિક શબ્દ અદઅ, અઅય, અયય વગેરેના અક્ષરોના કોષ્ટક આપવામાં આવ્યા છે. તે કોષ્ઠકોના અ પ્રકરણ, વ પ્રકરણ, ય પ્રકરણ, દ પ્રકરણ આ પ્રમાણે શીર્ષક આપી શુભાશુભ ફળ સંસ્કૃત ભાષામાં બતાવવામાં આવ્યાં છે.
ગ્રંથના પ્રારંભમાં આ મુજબ લખ્યું છે
संसारपाशछित्यर्थं नत्वा वीरं जिनेश्वरम् । आशापाशावने मुक्तः पाशाकेवलिः कथ्यते ॥ ગ્રંથ અપ્રકાશિત છે.
૧. આની ૧૦ પત્રોની પ્રત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org