________________
૨૦૦
લાક્ષણિક સાહિત્ય
ઈન્દ્રધનુષ દ્વારા શુભ-અશુભનું જ્ઞાન, ગંધર્વનગરનું ફળ, વિદ્યુલ્લતાયોગ અને મેઘયોગનું વર્ણન છે.
બૃહતસંહિતાની ભટ્ટોત્પલી ટીકામાં આ આચાર્યનું અવતરણ આપવામાં આવ્યું છે. નિમિત્તપાહુડઃ
નિમિત્તપાહુડ' શાસ્ત્ર દ્વારા કેવલી, જયોતિષ અને સ્વપ્ર વગેરે નિમિત્તોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું હતું. આચાર્ય ભદ્રેશ્વરે પોતાની “કહાવલીમાં અને શીલાંકસૂરિએ પોતાની “સૂત્રકૃતાંગ-ટીકામાં નિમિત્તપાહુડ'નો ઉલ્લેખ કર્યો છે.' જોણિપાહુડઃ
“જોણિપાહુડ' (યોનિપ્રાભૃત) નિમિત્તશાસ્ત્રનો અતિ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. દિગંબર આચાર્ય ધરસેને આની પ્રાકૃતમાં રચના કરી છે. તેઓ પ્રજ્ઞાશ્રમણ નામથી પણ વિખ્યાત હતા. વિ.સં. ૧૫૫૬માં લખવામાં આવેલી ‘બૃહટ્ટિપ્પણિકા” નામક ગ્રંથસૂચી અનુસાર વીર-નિર્વાણના ૬૦૦ વર્ષ પછી ધરસેનાચાર્યે આ ગ્રંથની રચના કરી હતી.
કૂષ્માંડા દેવી દ્વારા ઉપદિષ્ટ આ પદ્યાત્મક કૃતિની રચના આચાર્ય ધરસેને પોતાના શિષ્યો પુષ્પદંત અને ભૂતબલિ માટે કરી. આના વિધાનથી વર, ભૂત, શાકિની વગેરે દૂર કરી શકાય છે. આ સમસ્ત નિમિત્તશાસ્ત્રના ઉદ્ગમરૂપ છે. સમસ્ત વિદ્યાઓ અને ધાતુવાદના વિધાનનું મૂળભૂત કારણ છે. આયુર્વેદના સારરૂપ છે. આ કૃતિને જાણનાર કલિકાલસર્વજ્ઞ અને ચતુર્વર્ગનો અધિષ્ઠાતા બની શકે છે. બુદ્ધિશાળી લોકો આને સાંભળે છે ત્યારે મંત્ર-તંત્રવાદી મિથ્યાષ્ટિઓનું તેજ નિપ્રભ થઈ જાય છે. આ પ્રમાણે આ કૃતિનો પ્રભાવ વર્ણિત છે. આમાં એક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે પ્રજ્ઞાશ્રમણ મુનિએ “બાલતંત્ર' સંક્ષેપમાં કહ્યું છે.
૧. જુઓ–પ્રો. હીરાલાલ ૨. કાપડિયાઃ પાઇય ભાષાઓ અને સાહિત્ય, પૃ. ૧૬૭-૧૬૮. ૨. યોનિપ્રાકૃતં વીત્ ૬૦૦ ધરલેનમ્
– બૃહટિપ્પણિકા, જૈન સાહિત્ય સંશોધક ૧, ૨ : પરિશિષ્ટ; “ષટ્રખંડાગમની પ્રસ્તાવના, ભા. ૧, પૃ. ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org