________________
અગિયારમું પ્રકરણ નિમિત્ત
જયપાહુડ :
‘જયપાહુડ’૧ નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે. તેના કર્તાનું નામ અજ્ઞાત છે. તેને જિનભાષિત કહેવામાં આવ્યું છે. તે ઈસુની ૧૦મી શતાબ્દી પહેલાંની રચના છે. પ્રાકૃતમાં રચાયેલ આ ગ્રંથ અતીત, અનાગત વગેરે સંબંધિત નષ્ટ, મુષ્ટિ, ચિંતા, વિકલ્પ વગેરે અતિશયોનો બોધ કરાવે છે. તેનાથી લાભ-અલાભનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમાં ૩૭૮ ગાથાઓ છે જેમાં સંકટ-વિકટપ્રકરણ, ઉત્તરાધરપ્રકરણ, અભિઘાત, જીવસમાસ, મનુષ્યપ્રકરણ, પક્ષિપ્રકરણ, ચતુષ્પદ, ધાતુપ્રકૃતિ, ધાતુયોનિ, મૂલભેદ, મુષ્ટિવિભાગપ્રકરણ-વર્ણ, ગંધ-૨સ-સ્પર્શપ્રકરણ, નષ્ટિકાચક્ર, ચિંતાભેદપ્રકરણ તથા લેખગંડિકાધિકારમાં સંખ્યાપ્રમાણ, કાલપ્રક૨ણ, લાભગંડિકા, નક્ષત્રગંડિકા, સ્વવર્ગસંયોગકરણ, પ૨વર્ગસંયોગકરણ, સિંહાવલોકિતકરણ, ગજવિલુલિત, ગુણાકારપ્રકરણ, અસ્ત્રવિભાગપ્રકરણ વગેરે સંબંધી વિવેચન છે.
નિમિત્તશાસ્ત્ર:
આ ‘નિમિત્તશાસ્ત્ર’નામક ગ્રંથના કર્તા છે ઋષિપુત્ર. તેઓ ગર્ગ નામક આચાર્યના પુત્ર હતા. ગર્ગ સ્વયં જ્યોતિષના પ્રકાંડ પંડિત હતા. પિતાએ પુત્રને જ્યોતિષનું જ્ઞાન વારસામાં આપ્યું. આ સિવાય ગ્રંથકર્તા સંબંધે બીજી કંઈ વિગત મળતી નથી. તેઓ ક્યારે થયા, તે પણ જ્ઞાત નથી.
આ ગ્રંથમાં ૧૮૭ ગાથાઓ છે જેમાં નિમિત્તના ભેદ, આકાશ-પ્રકરણ, ચંદ્રપ્રકરણ, ઉત્પાત-પ્રકરણ, વર્ષા-ઉત્પાત, દેવ-ઉત્પાતયોગ, રાજ-ઉત્પાતયોગ,
૧. આ ગ્રંથ ચૂડામણિસાર-સટીક સાથે સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈથી પ્રકાશિત થયો છે. ૨. આ પં. લાલારામ શાસ્ત્રી દ્વારા હિંદીમાં અનુવાદિત થઈ વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રી, સોલાપુર દ્વારા સન્ ૧૯૪૧માં પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org