________________
જ્યોતિષ
૧૯૫ ગ્રહલાઘવ-ટીકાઃ
ગણેશ નામક વિદ્વાને “પ્રહલાઘવ'ની રચના કરી છે. તેઓ ખૂબ મોટા જયોતિષી હતા. તેમના પિતાનું નામ હતું કેશવ અને માતાનું નામ હતું લક્ષ્મી. તેઓ સમુદ્રતટવર્તી નાંદગાંવના નિવાસી હતા. સોળમી સદીના ઉત્તરાર્ધમાં તેઓ વિદ્યમાન હતા.
પ્રહલાઘવની વિશેષતા એ છે કે તેમાં જ્યાચાપનો સંબંધ બિલકુલ નથી રાખવામાં આવ્યો તેથી સ્પષ્ટ સૂર્ય લાવવામાં કરણગ્રંથોથી પણ આ ખૂબ સૂક્ષ્મ છે. આ ગ્રંથ નિમ્નલિખિત ૧૪ અધિકારોમાં વિભક્ત છે : ૧. મધ્યમાધિકાર, ૨. સ્પષ્ટાધિકાર, ૩. પંચતારાધિકાર, ૪. ત્રિપ્રશ્ન, ૫. ચન્દ્રગ્રહણ, ૬. સૂર્યગ્રહણ, ૭. માસગ્રહણ, ૮. સ્થૂલઝહસાધન, ૯. ઉદયાસ્ત, ૧૦. છાયા, ૧૧. નક્ષત્ર-છાયા, ૧૨. શૃંગોન્નતિ, ૧૩. ગ્રહયુતિ અને ૧૪. મહાપાત. બધા મળીને આમાં ૧૮૭ શ્લોકો છે.
આ “ગ્રહલાઘવ” ગ્રંથ પર ચારિત્રસાગરના શિષ્ય કલ્યાણસાગરના શિષ્ય યશસ્વસાગરે (જસવંતસાગરે) વિ.સં.૧૭૬૦માં ટીકા રચી છે.
આ “પ્રહલાઘવ' પર રાજસોમ મુનિએ ટિપ્પણ લખ્યું છે. | મુનિ યશસ્વતુસાગરે જૈનસપ્તપદાર્થો (સં. ૧૭૫૭), પ્રમાણવાદાર્થ (સં.૧૭૫૯), ભાવસપ્રતિકા (સં.૧૭૪૦), યશોરાજપદ્ધતિ (સં.૧૭૬૨), વાદાર્થનિરૂપણ, સ્યાદ્વાદમુક્તાવલી, સ્તવનરત્ન વગેરે ગ્રંથ રચ્યા છે. ચન્દ્રાર્થી-ટીકા?
મોઢ દિનકરે “ચન્દ્રાર્કી' નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં ૩૩ શ્લોકો છે, સૂર્ય અને ચન્દ્રમાનું સ્પષ્ટીકરણ છે. ગ્રંથમાં આરંભ વર્ષ શક સં. ૧૫૦૦ છે.
આ “ચન્દ્રાર્કી' ગ્રંથ પર તપાગચ્છીય મુનિ કૃપાવિજયજીએ ટીકા રચી છે. પર્પગ્નાશિકા-ટીકાઃ
પ્રસિદ્ધ જયોતિર્વિદ્ વરાહમિહિરના પુત્ર પૃથુયશે “પપગ્નાશિકા'ની રચના કરી છે. આને જાતકનો પ્રામાણિક ગ્રંથ ગણવામાં આવે છે. આમાં પ૬ શ્લોક છે. આ “ષટ્રપગાશિકા' પર ભટ્ટ ઉત્પલની ટીકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org