________________
લાક્ષણિક સાહિત્ય
આના પર પૂર્ણિમાગચ્છના ભાવરત્ને (ભાવપ્રભસૂરિ) સન્ ૧૭૧૨માં સુબોધિની-વૃત્તિ રચી છે. આ હજી સુધી અપ્રકાશિત છે.
મહાદેવીસારણી ટીકા :
૧૯૪
મહાદેવ નામક વિદ્વાને ‘મહાદેવીસારણી’ નામક ગ્રહસાધન-વિષયક ગ્રંથની શક
સં. ૧૨૩૮ (વિ.સં.૧૩૭૩)માં રચના કરી છે. કર્તાએ લખ્યું છે ઃ
चक्रेश्वरारब्धनभश्चराशुसिद्धिं महादेव ऋ षींश्च नत्वा ।
આનાથી અનુમાન થાય છે કે ચક્રેશ્વર નામક જ્યોતિષીના આરંભ કરેલા આ અપૂર્ણ ગ્રંથને મહાદેવે પૂર્ણ કર્યો. મહાદેવ પદ્મનાભ બ્રાહ્મણના પુત્ર હતા. તેઓ ગોદાવરી તટની નજીક રાસિણ ગામના નિવાસી હતા પરંતુ તેમના પૂર્વજોનું મૂળ સ્થાન ગુજરાતસ્થિત સૂરતની નજીકનો પ્રદેશ હતો.
આ ગ્રંથમાં લગભગ ૪૩ પદ્યો છે. તેમાં માત્ર મધ્યમ અને સ્પષ્ટ ગ્રહોનું સાધન છે. ક્ષેપક મધ્યમ-મેષસંક્રાંતિકાલીન છે અને અહર્ગણ દ્વારા મધ્યમ ગ્રહસાધન કરવા માટે સારણીઓ બનાવી છે.
આ ગ્રંથ પર અંચલગચ્છીય મુનિ ભોજરાજના શિષ્ય મુનિ ધનરાજે દીપિકાટીકાની રચના વિ.સં.૧૬૯૨માં પદ્માવતીપત્તનમાં કરી છે. ટીકામાં સિરોહીનું દેશાંતર સાધન કર્યું છે. ટીકાનું પ્રમાણ ૧૫૦૦ શ્લોક છે. ‘જિનરત્નકોશ’ અનુસાર મુનિ ભુવનરાજે આના પર ટિપ્પણ લખ્યું છે. મુનિ તત્ત્વસુન્દરે આ ગ્રંથ પર વિવૃતિ રચી છે. કોઈ અજ્ઞાત વિદ્વાને પણ આના પર ટીકા લખી છે.
વિવાહપટલ-બાલાવબોધ :
અજ્ઞાતકર્તૃક ‘વિવાહપટલ’ પર નાગોરી-તપાગચ્છીય આચાર્ય હર્ષકીર્તિસૂરિએ ‘બાલાવબોધ’ નામથી ટીકા રચી છે.
આચાર્ય સોમસુન્દરસૂરિના શિષ્ય અમરમુનિએ ‘વિવાહપટલ’ પર ‘બોધ’ નામથી ટીકા રચી છે.
મુનિ વિદ્યાહેમે વિ.સં.૧૮૭૩માં ‘વિવાહપટલ’ પર ‘અર્થ’ નામથી ટીકા રચી
છે.
૧. આ ટીકાની પ્રતિ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના સંગ્રહમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org