________________
નવમું પ્રકરણ
જ્યોતિષ
જયોતિષ-વિષયક જૈન આગમ-ગ્રંથોમાં નિમ્નલિખિત અંગબાહ્ય સૂત્રોનો સમાવેશ થાય છે:
૧. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૨. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૩. જયોતિષ્કરણ્ડક, ૪. ગણિવિદ્યા. જ્યોતિસ્સાર ઃ
ઠક્કર ફેરુએ “જ્યોતિસાર' નામક ગ્રંથની પ્રાકૃતમાં રચના કરી છે. તેમણે આ ગ્રંથમાં લખ્યું છે કે હરિભદ્ર, નરચંદ્ર, પદ્મપ્રભસૂરિ, જઉણ, વરાહ, લલ્લ, પરાશર, ગર્ગ આદિ ગ્રંથકારોના ગ્રંથોનું અવલોકન કરીને આની રચના (વિ.સં. ૧૩૭૨૭૫ની આસપાસ) કરી છે.
ચાર દ્વારોમાં વિભક્ત આ ગ્રંથમાં કુલ મળીને ૨૩૮ ગાથાઓ છે. દિનશુદ્ધિ નામક દ્વારમાં ૪૨ ગાથાઓ છે, જેમાં વાર, તિથિ અને નક્ષત્રોમાં સિદ્ધિયોગનું પ્રતિપાદન છે. વ્યવહારદ્વારમાં ૬૦ ગાથાઓ છે, જેમાં ગ્રહોની રાશિ, સ્થિતિ, ઉદય, અસ્ત અને વક્ર દિનની સંખ્યાનું વર્ણન છે. ગણિતદ્વારમાં ૩૮ ગાથાઓ છે અને લગ્નદ્વારમાં ૯૮ ગાથાઓ છે. તેમના અન્ય ગ્રંથો વિશે અન્યત્ર લખવામાં આવ્યું છે.
-
-
-
૧. સૂર્યપ્રજ્ઞપ્તિના પરિચય માટે જુઓ – આ ઈતિહાસનો ભાગ ૨, પૃ. ૮૫-૯૦. ૨. ચન્દ્રપ્રજ્ઞાતિના પરિચય માટે જુઓ – એજન, પૃ. ૯૦. ૩. જયોતિષ્કરણ્ડકના પરિચય માટે જુઓ – ભાગ ૩, પૃ. ૩૯૩-૯૪. આ પ્રકીર્ણકના
પ્રણેતા પાદલિપ્તાચાર્ય હોવાનો સંભવ છે. ૪. ગણિવિદ્યાના પરિચય માટે જુઓ – ભાગ ૨, પૃ. ર૯૦. આ બધા ગ્રંથોની વ્યાખ્યાઓ
માટે આ જ ઈતિહાસનો તૃતીય ભાગ જોવો જોઈએ. ૫. આ “રત્નપરીક્ષાદિસપ્તપ્રન્થસંગ્રહમાં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુરથી
પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org