________________
અલંકાર
૧૧૧
જે સો ગુણ રવિપ્રભસૂરિએ બતાવ્યા છે તેમનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી જાણી શકાય છે કે આચાર્ય રવિપ્રભસૂરિએ અલંકારસંબંધી કોઈ ગ્રંથની રચના કરી હશે, જે આજે ઉપલબ્ધ નથી. કાવ્યશિક્ષામાં ૮૪ દેશોના નામ, રાજા ભોજ દ્વારા જીતાયેલા દેશોનાં નામ, કવિઓની પ્રૌઢોક્તિઓથી ઉત્પન્ન થયેલી ઉપમાઓ અને લોક-વ્યવહારના જ્ઞાનનો પણ પરિચય આપવામાં આવ્યો છે. આ વિષયમાં આચાર્ય આ પ્રમાણે કહ્યું છે :
इति लोकव्यवहारं गुरु पदविनयादवाप्य कविः सारम् ।
नवनवभणितिश्रव्यं करोति सुतरां क्षणात् काव्यम् ।। ચતુર્થ પરિચ્છેદમાં સારભૂત વસ્તુઓનો નિર્દેશ કરીને તે-તે નામોના નિર્દેશપૂર્વક પ્રાચીન મહાકવિઓના કાવ્યો અને જૈન ગુરુઓ રચિત શાસ્ત્રોનો અભ્યાસ કરવો આવશ્યક બતાવ્યો છે. બીજો ક્રિયાનિર્ણય-પરિચ્છેદ વ્યાકરણના ધાતુઓનો અને પાંચમો અને કાર્યશબ્દસંગ્રહ-પરિચ્છેદ શબ્દોના એકાધિક અર્થોનું જ્ઞાન કરાવે છે. છઠ્ઠા પરિચ્છેદમાં રસોનું નિરૂપણ છે. તેનાથી એ જણાય છે કે આચાર્ય વિનયચંદ્રસૂરિ અલંકાર-વિષય ઉપરાંત વ્યાકરણ અને કોશના વિષયમાં પણ નિષ્ણાત હતા. અનેક ગ્રંથોના ઉલ્લેખો પરથી જણાય છે કે તેઓ એક બહુશ્રુત વિદ્વાન હતા. કવિશિક્ષા અને કવિતારહસ્યઃ
મહામાત્ય વસ્તુપાલના જીવન અને તેમના સુકૃતો સંબંધિત “સુકૃતસંકીર્તનકાવ્ય' (સર્ગ ૧૧, શ્લોક સંખ્યા ૫૫૫)ના રચયિતા અને ઠક્કર લાવણ્યસિંહના પુત્ર મહાકવિ અરિસિહ મહામાત્ય વસ્તુપાલના આશ્રિત કવિ હતા. તેઓ ૧૩મી સદીમાં વિદ્યમાન હતા. તે કવિ વાયડગચ્છીય આચાર્ય જીવદેવસૂરિના ભક્ત હતા અને કવીશ્વર આચાર્ય અમરચંદ્રસૂરિના કલાગુરુ હતા.
આચાર્ય અમરચંદ્રસૂરિએ “કવિશિક્ષા' નામક જે સૂત્રબદ્ધ ગ્રંથ રચ્યો છે તથા તેના પર જે “કાવ્યકલ્પલતા” નામની સ્વોપજ્ઞ વૃત્તિ બનાવી છે તેમાં કેટલાક સૂત્રો આ અરિસિંહના રચેલા હોવાનો સ્વયં આચાર્ય અમરસિંહસૂરિએ ઉલ્લેખ કર્યો છે :
सारस्वतामृतमहार्णवपूर्णिमेन्दो
मत्वाऽरिसिंहसुकवेः कवितारहस्यम् । किञ्चिच्च तद्रचितमात्मकृतं च किञ्चिद्
व्याख्यास्यते त्वरितकाव्यकृतेऽत्र सूत्रम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org