SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ લાક્ષણિક સાહિત્ય આચાર્ય નરેન્દ્રપ્રભસૂરિની અન્ય રચનાઓ આ પ્રમાણે છે: ૧. કાકુલ્થકેલિ', ૨. વિવેકકલિકા, ૩. વિવેકપાદપ, ૪. વસ્તુપાલપ્રશસ્તિકાવ્ય-શ્લોક ૩૭ ૫. વસ્તુપાલપ્રશસ્તિકાવ્ય–શ્લોક ૧૦૪, ૬. ગિરનારના મંદિરનો શિલાલેખ. કાવ્યશિક્ષા : આચાર્ય રવિપ્રભસૂરિના શિષ્ય આચાર્ય વિનયચંદ્રસૂરિએ “કાવ્યશિક્ષા”નામના ગ્રંથની રચના કરી છે. તેમાં તેમણે રચના-સમય નથી આપ્યો, પરંતુ આચાર્ય ઉદયસિંહસૂરિરચિત ધર્મવિધિ-વૃત્તિનું સંશોધન આ જ આચાર્ય વિનયચંદ્રસૂરિએ વિ.સં. ૧૨૮૬માં કર્યું હતું, તેવો ઉલ્લેખ મળતો હોવાથી આ ગ્રંથ પણ તે સમય આસપાસમાં રચાયો હશે, તેમ માની શકાય છે. આ ગ્રંથમાં છ પરિચ્છેદ છે: ૧. શિક્ષા, ૨. ક્રિયાનિર્ણય, ૩. લોકકૌશલ્ય, ૪. બીજવાવર્ણન, ૫. અનેકાર્થશબ્દસંગ્રહ અને ૬. રસભાવનિરૂપણ. તેમાં ઉદાહરણ માટે અનેક ગ્રંથોના ઉલ્લેખ અને સંદર્ભ આપવામાં આવ્યા છે. આચાર્ય હેમચંદ્રસૂરિરચિત “કાવ્યાનુશાસન'ની વિવેક-ટીકામાંથી અનેક પદ્યો અને બાણના હર્ષચરિત'માંથી અનેક ગદ્યસંદર્ભ લેવામાં આવ્યા છે. કવિ બનવા માટે આવશ્યક ૧. “પુરાતત્ત્વ' ત્રૈમાસિક : પુસ્તક ૨, પૃ. ૨૪૬માં આપવામાં આવેલી “બૃહટ્ટિપ્પનિકા'માં કાકુસ્થકેલિ ૧૫૦૦ શ્લોક-પ્રમાણ નાટક હોવાની સૂચના છે. આચાર્ય રાજશેખરકૃત ન્યાયકંદલીપુંજિકા’માં બે ગ્રંથોનો ઉલ્લેખ આ રીતે છે : "तस्य गुरोः प्रियशिष्यः प्रभुनरेन्द्रप्रभः प्रभवाढ्यः । योऽलङ्कारमहोदधिमकरोत् काकुत्स्थकेलिं च ॥" – પિટર્સન રિપોર્ટ ૩, ૨૭૫. ૨. વિવેકકલિકા અને વિવેકપાદપ - આ બંને સૂક્તિ-સંગ્રહ છે. ૩. “અલંકારમહોદધિ' ગ્રંથમાં આ બંને પ્રશસ્તિઓ પરિશિષ્ટરૂપે છપાઈ ગઈ છે. ૪. આ લેખ “પ્રાચીન જૈન લેખસંગ્રહમાં છપાઈ ગયો છે. ૫. આ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી પ્રકાશિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy