SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ લાક્ષણિક સાહિત્ય અને અપ્રસ્તુતપ્રશંસાને તેમણે ક્રમશઃ જાતિ અને અન્યોક્તિ નામ આપ્યું છે. હેમચંદ્રની સાહિત્યિક વિશેષતાઓ નિમ્નલિખિત છે: ૧. સાહિત્ય-રચનાનો એક લાભ અર્થની પ્રાપ્તિ, જે મમ્મટે કહ્યો છે, હેમચંદ્રને માન્ય નથી. ૨. મુકુલ ભટ્ટ અને મમ્મટની જેમ લક્ષણાનો આધાર રૂઢિ કે પ્રયોજન ન માનતાં ફક્ત પ્રયોજનનું જ હેમચંદ્ર પ્રતિપાદન કર્યું છે. ૩. અર્થશક્તિમૂલક ધ્વનિના ૧. સ્વતઃ સંભવી, ૨. કવિપ્રૌઢોક્તિનિષ્પન્ન અને ૩. કવિનિબદ્ધવન્દ્રપ્રૌઢોક્તિનિષ્પન્ન - આ ત્રણ ભેદ દર્શાવનાર ધ્વનિકારથી હેમચંદ્ર પોતાનો અલગ મત પ્રદર્શિત કર્યો છે. ૪. મમ્મટે “ પુષિ પ્રવિત્' પદ્ય શ્લેષમૂલક અપ્રસ્તુતપ્રશંસાના ઉદાહરણ તરીકે લીધું છે, તો હેમચંદ્રે તેને શબ્દશક્તિમૂલક ધ્વનિનું ઉદાહરણ કહ્યું છે. ૫. રસોમાં અલંકારોનો સમાવેશ કરીને મોટા-મોટા કવિઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. આ દોષનો ધ્વનિકારે નિર્દેશ નથી કર્યો, જ્યારે હેમચંદ્ર કર્યો છે. કાવ્યાનુશાસન'માં કુલ મળીને ૧૬૩ર ઉદ્ધરણો આપવામાં આવ્યા છે. તેનાથી એ જ્ઞાત થાય છે કે આચાર્ય હેમચંદ્ર સાહિત્યશાસ્ત્રના અનેક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. હેમચંદ્ર ભિન્ન-ભિન્ન ગ્રંથોના આધારે પોતાના “કાવ્યાનુશાસન'ની રચના કરી છે એટલે તેમાં કોઈ વિશેષતા નથી, એવું વિચારવાથી પણ હેમચંદ્ર પ્રત્યે અન્યાય થશે, કેમ કે હેમચંદ્રનો દૃષ્ટિકોણ વ્યાપક તેમ જ શૈક્ષણિક હતો. કાવ્યાનુશાસન-વૃત્તિ (અલંકારચૂડામણિ) : કાવ્યાનુશાસનપર આચાર્ય હેમચંદ્ર શિષ્યહિતાર્થ “અલંકારચૂડામણિ' નામની સ્વોપજ્ઞ લઘુવૃત્તિની રચના કરી છે. હેમચંદ્રે આ વૃત્તિ રચવાનો હેતુ જણાવતા કહ્યું છે કે: માવામ વિદ્રત્યે પ્રતન્યતે | આ વૃત્તિ વિદ્વાનોની પ્રીતિ સંપાદન કરવાના હેતુથી બનાવી છે. તે સરળ છે. તેમાં કર્તાએ વિવાદાસ્પદ મુદ્દાઓની સૂક્ષ્મ વિવેચના કરી નથી. તેમ કહેવું પણ યોગ્ય ગણાશે કે આ વૃત્તિથી અલંકારવિષયક વિશિષ્ટ જ્ઞાન સંપન્ન ન થઈ શકે. વૃત્તિકારે તેમાં ૭૪૦ ઉદાહરણો અને ૬૭ પ્રમાણો આપ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy