________________
અલંકાર
આ ગ્રંથમાં સંસ્કૃત સૂત્રબદ્ધ આઠ અધ્યાય છે. પહેલા અધ્યાયમાં કાવ્યનું પ્રયોજન અને લક્ષણ છે, બીજામાં રસનું નિરૂપણ છે. ત્રીજામાં શબ્દ, વાક્ય, અર્થ અને રસના દોષ બતાવવામાં આવ્યા છે. ચોથામાં ગુણોની ચર્ચા કરી છે. પાંચમા અધ્યાયમાં છ પ્રકારના શબ્દાલંકારોનું વર્ણન છે. છઠ્ઠામાં ૨૯ અર્થાલંકારોનાં સ્વરૂપનું વિવેચન છે. સાતમા અધ્યાયમાં નાયક, નાયિકા અને પ્રતિનાયકના વિષય પર ચર્ચા કરવામાં આવી છે. આઠમામાં નાટકના પ્રેક્ષ્ય અને શ્રાવ્ય આ બે ભેદ અને તેમના ઉપભેદ બતાવવામાં આવ્યા છે. આ પ્રમાણે ૨૦૮ સૂત્રોમાં સાહિત્ય અને નાટ્યશાસ્ત્રનો એક જ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
=
ઘણા વિદ્વાનો આચાર્ય હેમચંદ્રના ‘કાવ્યાનુશાસન’ પર મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ની અનુકૃતિ હોવાનો આક્ષેપ કરે છે. વાત એમ છે કે આચાર્ય હેમચંદ્રે પોતાના પૂર્વજ વિદ્વાનોની કૃતિઓનું પરિશીલન કરીને તેમાંથી ઉપયોગી દોહન કરીને વિદ્યાર્થીઓના શિક્ષણને લક્ષ્યમાં રાખીને ‘કાવ્યાનુશાસન'ને સરળ અને સુબોધ બનાવવાની ભરપૂર કોશિશ કરી છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ’માં જે વિષયોની ચર્ચા ૧૦ ઉલ્લાસ અને ૨૧૨ સૂત્રોમાં કરવામાં આવી છે તે બધા વિષયોનો સમાવેશ ૮ અધ્યાયો અને ૨૦૮ સૂત્રોમાં મમ્મટથી પણ સરળ શૈલીમાં કર્યો છે. નાટ્યશાસ્ત્રનો સમાવેશ પણ આમાં જ કરી દીધો છે, જ્યારે ‘કાવ્યપ્રકાશ’માં એ વિભાગ નથી.
૧૦૧
ભોજરાજે ‘સરસ્વતી-કંઠાભરણ'માં વિપુલ સંખ્યામાં અલંકારો આપ્યા છે. આચાર્ય હેમચંદ્રે આ ગ્રંથનો ઉપયોગ કર્યો છે, તેવો તેમની ‘વિવેકવૃત્તિ’ પરથી ખ્યાલ આવે છે, પરંતુ તે અલંકારોની વ્યાખ્યાઓને સુધારી-મઠારીને પોતાની દૃષ્ટિએ શ્રેષ્ઠતર બનાવવાનું કાર્ય પણ આચાર્ય હેમચંદ્રે કર્યું છે.
Jain Education International
જયાં મમ્મટે ‘કાવ્યપ્રકાશ'માં ૬૧ અલંકાર બતાવ્યા છે ત્યાં હેમચંદ્રે છઠ્ઠા અધ્યાયમાં સંકર સાથે ૨૯ અર્થાલંકાર બતાવ્યા છે. તેનાથી એ જ વ્યક્ત થાય છે કે હેમચંદ્રે અલંકારોની સંખ્યા ઓછી કરીને અત્યુપયોગી અલંકાર જ આપ્યા છે. જેમ કે, તેમણે સંસૃષ્ટિનો અંતર્ભાવ સંકરમાં કર્યો છે; દીપકના લક્ષણો એવી રીતે આપ્યાં છે કે તેમાં તુલ્યયોગિતાનો સમાવેશ થાય; પરિવૃત્તિ નામના અલંકારના જે લક્ષણ આપ્યાં છે તેમાં મમ્મટના પર્યાય અને પરિવૃત્તિ બંનેનો સમાવેશ થઈ જાય છે. રસ, ભાવ ઇત્યાદિ સંબદ્ધ રસવત્, પ્રેયસ્, ઊર્જસ્વિન્, સમાહિત આદિ અલંકારોનું વર્ણન નથી કરવામાં આવ્યું. અનન્વય અને ઉપમેયોપમા ને ઉપમાના પ્રકાર માનીને તેમનો અંતમાં ઉલ્લેખ કરી દીધો છે. પ્રતિવસ્તૂપમા, દૃષ્ટાન્ત તથા બીજા લેખકો દ્વારા નિરૂપિત નિદર્શનાનો અંતર્ભાવ તેમણે નિદર્શનમાં જ કરી દીધો છે. સ્વભાવોક્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org