SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ અલંકાર ૯૯ માનવામાં આવે તો તેને અલંકારવિષયક સર્વપ્રથમ રચના માની શકાય. વિક્રમની ૧૦મી શતાબ્દીમાં મુનિ અજિતસેને “શૃંગારમંજરી' ગ્રંથની રચના કરી છે પરંતુ આ ગ્રંથ અત્યાર સુધી જોવામાં આવ્યો નથી. તે પછી થારાપદ્રીયગચ્છના નમિસાધુએ રુદ્રટ કવિના “કાવ્યાલંકાર” પર વિ.સં. ૧૧૨૫માં ટીકા લખી છે. તેની પછી જ અન્ય વિદ્વાનોની કૃતિઓ ઉપલબ્ધ થાય છે. - આચાર્ય રત્નપ્રભસૂરિરચિત નેમિનાથચરિતમાં અલંકારશાસ્ત્રની વિસ્તૃત ચર્ચા આવે છે. આ રીતે અન્ય વિષયોના ગ્રંથોમાં પ્રસંગવશાત્ અલંકાર અને રસવિષયક ઉલ્લેખો મળે છે. જૈન વિદ્વાનોની આ પ્રકારની કૃતિઓ પર જૈનેતર વિદ્વાનોએ ટીકાગ્રંથોની રચના કરી હોય, તેવો “વાભદાલંકાર' સિવાય કોઈ ગ્રંથ સુલભ નથી. જૈનેતર વિદ્વાનોની કૃતિઓ પર જૈનાચાર્યોના અનેક વ્યાખ્યાગ્રંથો પ્રાપ્ત થાય છે. આ ગ્રંથો જૈન વિદ્વાનોના ગહન પાંડિત્ય તથા વિદ્યાવિષયક વ્યાપક દૃષ્ટિના પરિચાયક છે. અલંકારદર્પણ (અલંકારદપ્પણ) : “અલંકારદપ્પણ' નામની પ્રાકૃત ભાષામાં રચાયેલી એકમાત્ર કૃતિ, જે વિ.સં. ૧૧૬૧માં તાડપત્ર પર લખવામાં આવેલી છે, જૈસલમેરના ભંડારમાં મળે છે. તેનું આંતરનિરીક્ષણ કરતાં જણાય છે કે આ ગ્રંથ સંક્ષિપ્ત હોવા છતાં પણ અલંકાર-ગ્રંથોમાં અતિ પ્રાચીન ઉપયોગી ગ્રંથ છે. તેમાં અલંકારનાં લક્ષણો બતાવીને લગભગ ૪૦ ઉપમા, રૂપક આદિ અર્થાલંકારો અને શબ્દાલંકારોનાં પ્રાકૃતભાષામાં લક્ષણો આપ્યા છે. તેમાં કુલ ૧૩૪ ગાથાઓ છે. તેના કર્તાના વિષયમાં આ ગ્રંથમાં કે અન્ય કોઈ ગ્રંથોમાં કોઈ સૂચના મળતી નથી. કર્તાએ મંગલાચરણમાં શ્રુતદેવીનું સ્મરણ આ રીતે કર્યું છે : सुंदरपअविण्णासं विमलालंकाररेहिरसरीरं। सुह (?य) देविअं च कव्वं पणवियं पवरवण्णहूँ ॥ આ પઘ પરથી જાણી શકાય છે કે આ ગ્રંથના રચયિતા કોઈ જૈન હશે જે વિ.સં. ૧૧૬૧ પૂર્વે થઈ ગયા હશે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી દ્વારા જેસલમેરની પ્રતિના આધારે કરવામાં આવેલી પ્રતિલિપિ જોવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy