________________
૯૮
લાક્ષણિક સાહિત્ય છે. “સ્વરપાહુડમાં ૧૧ અલંકારોનો ઉલ્લેખ છે અને “અનુયોગદ્વારસૂત્રમાં નવ રસોના ઊહાપોહ ઉપરાંત સૂત્રોનાં લક્ષણ દર્શાવતાં કહેવામાં આવ્યું છે:
निद्दोसं सारमंतं च हेउजुत्तमलंकियं ।
उवणीअं सोवयारं च मियं महुरमेव च ॥ અર્થાત્ સૂત્ર નિર્દોષ, સારયુક્ત, હેતુ ધરાવતું, ઉપનીત-પ્રસ્તાવના અને ઉપસંહારવાળું, સોપચાર-અવિરુદ્ધાર્થક અને અનુપ્રાસયુક્ત અને મિત-અલ્પાક્ષરી તથા મધુર હોવું જોઈએ. | વિક્રમ સંવતના પ્રારંભમાં જ જૈનાચાર્યોએ કાવ્યમય કથાઓ લખવાનો પ્રયત્ન કર્યો છે. આચાર્ય પાદલિપ્તની તરંગવતી, મલયવતી, મગધસેના, સંઘદાસગણિવિરચિત વસુદેવસિંડી તથા પૂર્યાખ્યાન આદિ કથાઓનો ઉલ્લેખ વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીમાં રચાયેલાં ભાષ્યોમાં આવે છે. આ ગ્રંથો અલંકાર અને રસથી યુક્ત છે.
વિક્રમની ૭મી શતાબ્દીના વિદ્વાન જિનદાસગણિ મહત્તર અને ૮મી શતાબ્દીમાં વિદ્યમાન આચાર્ય હરિભદ્રસૂરિના ગ્રંથોમાં “વ્યાનંદિં કુત્તમર્ચિ' કાવ્યને અલંકારોથી યુક્ત અને અલંકૃત કહ્યું છે.
હરિભદ્રસૂરિએ “આવશ્યકસૂત્ર-વૃત્તિ... (પત્ર ૩૭૫)માં કહ્યું છે કે સૂત્ર બત્રીસ દોષોથી મુક્ત અને “છવિ' અલંકારથી યુક્ત હોવું જોઈએ. તાત્પર્ય એ કે સૂત્ર આદિની ભાષા ભલે સીધી-સાદી સ્વાભાવિક જ હોય પરંતુ તે શબ્દાલંકાર અને અર્થાલંકારથી વિભૂષિત હોવી જોઈએ. તેનાથી કાવ્યનું કલેવર ભાવ અને સૌંદર્યથી દેદીપ્યમાન થઈ જાય છે. ગમે તેવી રુચિવાળાને આવી રચના હૃદયંગમ થાય છે.
પ્રાચીન કવિઓમાં પુષ્પદંતે પોતાની રચનામાં રુદ્રટ આદિ કાવ્યાલંકારિકોનું સ્મરણ કર્યું છે. જિનવલ્લભસૂરિ, જેમનો વિ.સં. ૧૧૬૭માં સ્વર્ગવાસ થયો તે, રુદ્રટ, બંડી, ભામહ આદિ આલંકારિકોના શાસ્ત્રોમાં નિપુણ હતા, તેમ કહેવામાં આવ્યું છે.
જૈન સાહિત્યમાં વિક્રમની નવમી શતાબ્દી પૂર્વે કોઈ અલંકારશાસ્ત્રની સ્વતંત્ર રચના થઈ હોય તેમ જણાતું નથી. નવમી શતાબ્દીમાં વિદ્યમાન આચાર્ય બપ્પભટ્ટિસૂરિરચિત “કવિ-શિક્ષા' નામક રચના ઉપલબ્ધ નથી. પ્રાકૃત ભાષામાં રચિત “અલંકારદર્પણ” યદ્યપિ વિ.સં. ૧૧૬૫ પૂર્વેની રચના છે પરંતુ તે કયા વર્ષ કે શતાબ્દીમાં રચાયેલ છે, તે નિશ્ચિત નથી. જો તેને દસમી શતાબ્દીનો ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org