________________
લાક્ષણિક સાહિત્ય
આ સ્વોપજ્ઞ વૃત્તિમાં ૫૬ ગ્રંથકારો અને ૩૧ ગ્રંથોનો ઉલ્લેખ છે. જ્યાં પૂર્વના કોશકારો સાથે તેમને મતભેદ છે ત્યાં આચાર્ય હેમચંદ્રસૂરિએ અન્ય ગ્રંથો અને ગ્રંથકારોનાં નામ ઉદ્ધૃત કરીને પોતાના મતભેદોનું સ્પષ્ટીકરણ કર્યું છે. અભિધાનચિંતામણિ-ટીકા :
૮૪
મુનિ કુશલસાગરે ‘અભિધાનચિંતામણિ’ કોશ પર ટીકાની રચના કરી છે. અભિધાનચિંતામણિ-સારોદ્વાર :
ખરતરગચ્છીય જ્ઞાનવિમલના શિષ્ય વલ્લભગણિએ વિ.સં. ૧૬૬૭માં ‘અભિધાનચિંતામણિ’ પર ‘સારોદ્વાર’ નામની ટીકાની રચના કરી છે. તેને કદાચ ‘દુર્ગપદપ્રબોધ’ નામ પણ આપ્યું હોય તેમ જણાય છે.
અભિધાનચિંતામણિ-ટીકા :
અભિધાનચિંતામણિ પર મુનિ સાધુરત્ને પણ એક ટીકા રચી છે.
અભિધાનચિંતામણિ-વ્યુત્પત્તિરત્નાકર :
અંચલગચ્છીય વિનયચંદ્ર વાચકના શિષ્ય મુનિ દેવસાગરે વિ.સં. ૧૬૮૬માં ‘હૈમીનામમાલા’ અર્થાત્ ‘અભિધાનચિંતામણિ’ કોશ પર ‘વ્યુત્પત્તિરત્નાકર’ નામના વૃત્તિ-ગ્રંથની રચના કરી છે, જેની ૧૨ શ્લોકોની અંતિમ પ્રશસ્તિ પ્રકાશિત છે.
મુનિ દેવસાગરે તથા આચાર્ય કલ્યાણસાગરસૂરિએ શત્રુંજય પર સં. ૧૬૭૬માં તથા સં. ૧૬૮૩માં પ્રતિષ્ઠિત કરવામાં આવેલા શ્રી શ્રેયાંસજિનપ્રાસાદ અને શ્રી ચંદ્રપ્રભજિનપ્રાસાદની પ્રશસ્તિઓ રચી છે. તેની હસ્તલિખિત પ્રતો જેસલમેરના જ્ઞાન-ભંડારમાં છે. અભિધાનચિંતામણિ-અવસૂરિ :
કોઈ અજ્ઞાતનામ જૈન મુનિએ અભિધાનચિંતામણિ કોશ ૫૨ ૪૫૦૦ શ્લોકપ્રમાણ ‘અવસૂરિ'ની રચના કરી છે, જેની હસ્તલિખિત પ્રત પાટણના ભંડારમાં છે. તેનો ઉલ્લેખ ‘જૈન ગ્રંથાવલી’ પૃ. ૩૧૦માં છે.
અભિધાનચિંતામણિ-રત્નપ્રભા :
પં. વાસુદેવરાવ જનાર્દન કશેલીકરે અભિધાનચિંતામણિ કોશ પર ‘રત્નપ્રભા’
૧. જુઓ——‘નૈસલમેર-સૈન-માંડાગારીય-પ્રથાનાં સૂચીપત્રમ્' (વડોદરા સન્ ૧૯૨૩) પૃ. ૬૧. ૨. એપિગ્રાફિઆ ઈંડિકા ૨. ૬૪, ૬૬, ૬૮, ૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org