________________
હેમચંદ્ર શબ્દોના ત્રણ વિભાગ બતાવ્યા છે: ૧.રૂઢ, ૨. યૌગિક અને ૩. મિશ્ર. રૂઢની વ્યુત્પત્તિ થતી નથી. યોગ અર્થાત ગુણ, ક્રિયા અને સંબંધથી જે સિદ્ધ થઈ શકે. જે રૂઢ પણ હોય અને યૌગિક પણ હોય તેને મિશ્ર કહે છે.
અમરકોશ' કરતાં આ કોશ શબ્દસંખ્યામાં દોઢગણો છે. “અમરકોશ'માં શબ્દોની સાથે લિંગનો નિર્દેશ કરવામાં આવ્યો છે, પરંતુ આચાર્ય હેમચંદ્ર પોતાના કોશમાં લિંગનો ઉલ્લેખ નહીં કરતાં સ્વતંત્ર લિંગાનુશાસન'ની રચના કરી છે.
હેમચંદ્રસૂરિએ આ કોશમાં માત્ર પર્યાયવાચી શબ્દોનું જ સંકલન કર્યું નથી, પરંતુ તેમાં ભાષાસંબંધી મહત્ત્વપૂર્ણ સામગ્રી પણ સંકલિત કરી આપી છે. તેમાં વધારેમાં વધારે શબ્દો આપ્યા છે અને નવા તથા પ્રાચીન શબ્દોનો સમન્વય પણ કર્યો છે.
આચાર્યે સમાન શબ્દયોગથી અનેક પર્યાયવાચી શબ્દો બનાવવા માટેનું વિધાન પણ કર્યું છે, પરંતુ તે વિધાન અનુસાર તેવા જ શબ્દો ગ્રહણ કર્યા છે જે કવિ-સંપ્રદાય દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત હોય. કવિઓ દ્વારા અપ્રયુક્ત અને અમાન્ય શબ્દોના ગ્રહણથી પોતાની કૃતિને બચાવી લીધી છે.
ભાષાની દૃષ્ટિએ આ કૃતિ બહુમૂલ્ય છે. તેમાં પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓના શબ્દોનો પૂર્ણપણે પ્રભાવ જોઈ શકાય છે. આ દષ્ટિએ આચાર્યે ઘણા નવીન શબ્દોને અપનાવીને પોતાની કૃતિને સમૃદ્ધ બનાવી છે.
આ વિશેષતાઓ અન્ય કોશોમાં જોવામાં આવતી નથી. અભિધાનચિંતામણિ-વૃત્તિ :
અભિધાનચિંતામણિ' કોશ પર આચાર્ય હેમચંદ્ર સ્વોપજ્ઞ વૃત્તિની રચના કરી છે, જેને “તત્ત્વાભિધાયિની” કહેવામાં આવી છે. “શેષ' ઉલ્લેખ વડે અતિરિક્ત શબ્દોના સંગ્રાહક શ્લોકો આ પ્રમાણે છે : ૧લા કાંડમાં ૧, ૨જા કાંડમાં ૮૯, ૩જા કાંડમાં ૬૩, ૪થા કાંડમાં ૪૧, પમા કાંડમાં ૨ અને ૬ઠ્ઠા કાંડમાં ૮ આ પ્રમાણે કુલ મળીને ૨૦૪ શ્લોકનાં પરિશિષ્ટ-પત્ર છે. મૂળ ૧૫૪૧ શ્લોકોમાં ૨૦૪ ઉમેરવાથી બધા થઈને ૧૭૪પ થાય છે. વૃત્તિની સાથે આ ગ્રંથનું શ્લોક-પરિમાણ લગભગ સાડા આઠ હજાર થાય છે.
વ્યાડિનો કોઈ શબ્દકોશ આચાર્ય હેમચંદ્રની સામે હતો, તેમાંથી તેમણે ઘણાં પ્રમાણ ઉદ્દધૃત કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org