________________
લાક્ષણિક સાહિત્ય
તેમના ગુરુનું નામ વિદ્યાનંદી હતું અને મલ્લિભૂષણ નામના મુનિ તેમના ગુરુભાઈ હતા. તેઓ કટ્ટર દિગંબર હતા, તેવું તેમના ગ્રંથોના વિવેચન પરથી ફલિત થાય છે. તેમણે ઘણા ગ્રંથોની રચના કરી છે. તેમણે રચેલી ‘ષટ્કાભૂત-ટીકા' અને ‘યશસ્તિલકચંદ્રિકા'માં તેમણે પોતાનો પરિચય ‘ઉભયભાષાચક્રવર્તી, કલિકાલગૌતમ, કલિકાલસર્વજ્ઞ, તાર્કિકશિરોમણિ, નવનવતિવાદિવિજેતા, પરાગમપ્રવીણ, વ્યાકરણકમલમાર્તણ્ડ' વિશેષણો દ્વારા આપ્યો છે.
૭૪
ઔદાર્યચિંતામણિ વ્યાકરણની રચના તેમણે વિ.સં. ૧૫૭૫માં કરી છે. તેમાં પ્રાકૃતભાષાવિષયક છ અધ્યાય છે. તે આચાર્ય હેમચંદ્રના ‘પ્રાકૃત વ્યાકરણ’ અને ત્રિવિક્રમના ‘પ્રાકૃતશબ્દાનુશાસન' કરતાં મોટું છે. તેમણે આચાર્ય હેમચંદ્રના વ્યાકરણનું જ અનુસરણ કર્યું છે.
આ વ્યાકરણની જે હસ્તલિખિત પ્રત પ્રાપ્ત થઈ છે તે અપૂર્ણ છે. તેથી તેના વિષયમાં વિશેષ કશું કહી શકાતું નથી.
તેમના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે :
૧. વ્રતકથાકોશ, ૨. શ્રુતસંઘપૂજા, ૩. જિનસહસ્રનામટીકા, ૪. તત્ત્વત્રયપ્રકાશિકા, પ. તત્ત્વાર્થસૂત્રવૃત્તિ, ૬. મહાભિષેક-ટીકા, ૭. યશસ્તિલકચંદ્રિકા, ચિંતામણિ-વ્યાકરણ :
‘ચિંતામણિ-વ્યાકરણ’ના કર્તા શુભચંદ્રસૂરિ દિગંબરીય મૂલસંઘ, સરસ્વતીગચ્છ અને બલાત્કાર ગણના ભટ્ટારક હતા. તેઓ વિજયકીર્તિના શિષ્ય હતા. તેમણે વૈવિદ્યવિદ્યાધર અને ષભાષાચક્રવર્તીની પદવીઓ મેળવી હતી. તેમણે સાહિત્યના વિવિધ વિષયોનું અધ્યયન કર્યું હતું.
તેમણે રચેલા ‘ચિંતામણિવ્યાકરણ’માં પ્રાકૃત-ભાષાવિષયક ચાર-ચાર પાદયુક્ત ત્રણ અધ્યાય છે. કુલ મળીને ૧૨૨૪ સૂત્રો છે. આ વ્યાકરણ આચાર્ય હેમચંદ્રના ‘પ્રાકૃતવ્યાકરણ’નું અનુસરણ કરે છે. તેની રચના વિ.સં. ૧૬૦૪માં થઈ છે. ‘પાંડવપુરાણ’ની પ્રશસ્તિમાં આ વ્યાકરણનો ઉલ્લેખ આ પ્રમાણે છે :
योऽकृत सद्व्याकरणं चिन्तामणिनामधेयम् ।
૧. આ ગ્રંથ ત્રણ અધ્યાયોમાં વિજાગાપટ્ટથી પ્રકાશિત થયેલ છે ઃ જુઓ— Annals of
Bhandarkar Oriental Research Institute, Vol. XIII, pp. 52-53.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org