________________
વ્યાકરણ
તેમના વિષયમાં જ આ વ્યાકરણમાં પ્રાકૃતના નિયમો આપવામાં આવ્યા છે.
પ્રસ્તુત વ્યાકરણમાં ત્રણ અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયના ચાર-ચાર પાદ છે. પ્રથમ અધ્યાય, દ્વિતીય અધ્યાય અને તૃતીય અધ્યાયના પ્રથમ પાદમાં પ્રાકૃતનું વિવેચન છે. તૃતીય અધ્યાયના દ્વિતીય પાદમાં શૌરસેની (સૂત્ર ૧ થી ર૬), માગધી (૨૭ થી ૪૨), પૈશાચી (૪૩ થી ૬૩) અને ચૂલિકાપૈશાચી (૬૪ થી ૬૭)ના નિયમો દર્શાવવામાં આવ્યા છે. ત્રીજા અને ચોથા પાદમાં અપભ્રંશનું વિવેચન છે. અપ્રભ્રંશના ઉદાહરણોની અપેક્ષાએ આચાર્ય હેમચંદ્રસૂરિ કરતાં આમાં કંઈક અંશે મૌલિકતા જણાય છે. પ્રાકૃત શબ્દાનુશાસન-વૃત્તિ:
ત્રિવિક્રમે પોતાના “પ્રાકૃત શબ્દાનુશાસન' પર સ્વોપજ્ઞ વૃત્તિની રચના કરી છે. પ્રાકૃતરૂપોના વિવેચનમાં તેમણે આચાર્ય હેમચંદ્રનો આધાર લીધો છે. પ્રાકૃત-પદ્યવ્યાકરણ :
પ્રસ્તુત ગ્રંથનું વાસ્તવિક નામ અને કર્તાનું નામ અજ્ઞાત છે. તે અપૂર્ણ રૂપે ઉપલબ્ધ છે, જેમાં ફક્ત ૪૨૭ શ્લોક છે. આ ગ્રંથનો આરંભ આ પ્રમાણે છે :
संस्कृतस्य विपर्यस्तं संस्कारगुणवर्जितम् । विज्ञेयं प्राकृतं तत् तु [यद् ] नानावस्थान्तरम् ॥१॥ समानशब्दं विभ्रष्टं देशीगतमिति त्रिधा । सौरसेन्यं च मागध्यं पैशाच्यं चापभ्रंशिकम् ॥२॥ देशीगतं चतुर्थेति तदने कथयिष्यते ।
ઔદાર્યચિંતામણિ :
ઔદાર્યચિંતામણિ' નામક પ્રાકૃત વ્યાકરણના કર્તાનું નામ છે શ્રુતસાગર. તેઓ દિગંબર જૈન મુનિ હતા જે મૂલસંઘ, સરસ્વતીગચ્છ, બલાત્કારગણમાં થઈ ગયા.
૧. જીવરાજ ગ્રંથમાલા, સોલાપુરથી સન્ ૧૯૫૪માં આ ગ્રંથ સુસંપાદિત થઈને પ્રકાશિત
થયેલ છે.
૨. આ ગ્રંથની ૬ પત્રોની પ્રતિ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે જે લગભગ ૧૭મી શતાબ્દીમાં લખાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org