SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ લાક્ષણિક સાહિત્ય સ્વયંભૂ-વ્યાકરણ : દિગંબર મહાકવિ સ્વયંભૂએ કોઈ અપભ્રંશ વ્યાકરણની રચના કરી હતી, તે તેમના રચેલા “પઉમચરિય” મહાકાવ્યના નિમ્નોક્ત ઉલ્લેખ પરથી જાણી શકાય છે : तावच्चिय सच्छंदो भमइ अवब्भंस-मत्त-मायंगो। जाव ण सयंभु-वायरण-अंकुसो पडइ । આ “સ્વયંભૂવ્યાકરણ' ઉપલબ્ધ નથી. તેનું નામ શું હતું તે પણ ખબર નથી. સિદ્ધહેમશબ્દાનુશાસન-પ્રાકૃત વ્યાકરણ : આચાર્ય હેમચંદ્રસૂરિ (સનું ૧૦૮૮ થી ૧૧૭૨)એ વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કોશ આદિ કેટલાય શાસ્ત્રોનું નિર્માણ કર્યું છે. તેઓ વિવિધ વિષયોના સગપૂર્ણ શાસ્ત્રોના નિર્માતા રૂપે પ્રસિદ્ધ છે, આથી તો તેમના સમસ્ત સાહિત્યનો અભ્યાસ–પરિશીલન કરનાર સર્વશાસ્ત્રવેત્તા હોવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. તેમનું પ્રાકૃત વ્યાકરણ'' “સિદ્ધહેમશબ્દાનુશાસન'નો આઠમો અધ્યાય છે. સિધ્ધરાજને અર્પિત કરવાથી અને હેમચંદ્રરચિત હોવાથી તેને “સિદ્ધહેમશબ્દાનુશાસન' કહેવામાં આવ્યું છે. આચાર્ય હેમચંદ્રસૂરિએ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણસાહિત્યનું અવલોકન કરીને અને દેશી ધાતુ પ્રયોગોનો ધાતાદેશોમાં સંગ્રહ કરીને પ્રાકૃત ભાષાઓના અતિ વિસ્તૃત અને સર્વોત્કૃષ્ટ વ્યાકરણની રચના કરી છે. આ રચના પોતાના યુગના પ્રાકૃતભાષાના ૧. (ક) ડૉ. આર. પિશલ– Hemachandra's Gramatik der Prakrit Sprachen. (Siddha Hemachandra Adhyaya VIII) Halle 1877, and Theil (uber Setzung and Erlauterungen), Halle, 1880 (in Roman script). (ખ) કુમારપાલ-ચરિતના પરિશિષ્ટના રૂપમાં– B. S. P S. (XX), મુંબઇ, સન્ ૧૯૦૦. (ગ) પૂના, સન્ ૧૯૨૮, ૧૯૩૬ . (ઘ) દલીચંદ પીતાંબરદાસ, મીયાગામ, વિ. સં. ૧૮૬૧ (ગુજરાતી અનુવાદસહિત). (ડ) હિન્દી વ્યાખ્યા સહિત– જૈન દિવાકર દિવ્યજયોતિ કાર્યાલય, બાવર, વિ.સં. ૨૦૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy