________________
૬૩
કર્મપ્રાભૃતની વ્યાખ્યાઓ
મંગલ, નિમિત્ત, હેતુ, પરિમાણ, નામ અને કર્તા આ છ અધિકારોનું વ્યાખ્યાન કર્યા પછી આચાર્ય શાસ્ત્રની વ્યાખ્યા કરવી જોઈએ, આ નિયમને ઉદ્ધત કર્યા પછી ટીકાકારે મંગલસૂત્રનું વ્યાખ્યાન કર્યું છે :
मंगल-निमित्त-हेऊ परिमाणं णाम तह य कत्तारं ।
वागरिय छ प्पि पच्छा वक्खाणउ सत्थमाइरियो । મંગલસૂત્રના વ્યાખ્યાનમાં ૬૮ ગાથાઓ અને શ્લોકો ઉદ્ધત કરવામાં આવ્યાં
- શ્રુતકર્તા – શ્રુતના કર્તાનું નિરૂપણ કરતાં ટીકાકારે કહ્યું છે કે જ્ઞાનાવરણ વગેરે કર્મોનાં નિશ્ચય-વ્યવહારરૂપ વિનાશકારણોની વિશેષતાથી ઉત્પન્ન થયેલાં અનન્ત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ક્ષાયિક સમ્યક્ત, દાન, લાભ, ભોગ અને ઉપભોગની નિશ્ચય-વ્યવહારરૂપ પ્રાપ્તિની અતિશયભૂત નવ કેવલલબ્ધિઓથી યુક્ત વર્ધમાન મહાવીરે ભાવશ્રુતનો ઉપદેશ આપ્યો અને તે દેશે તેમ જ તે કાળે ક્ષયોપશમવિશેષથી ઉત્પન્ન ચાર પ્રકારના નિર્મળ જ્ઞાનથી યુક્ત ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ, સકળ દુઃશ્રુતિમાં પારંગત તથા જીવાજીવવિષયક પોતાના સંદેહને દૂર કરવા માટે મહાવીરના પગમાં પડેલા ઈન્દ્રભૂતિએ તે ઉપદેશનું અવધારણ કર્યું. ભાવઋતરૂપ પર્યાયથી પરિણત ઈન્દ્રભૂતિએ બાર અંગ અને ચૌદ પૂર્વરૂપગ્રંથોની રચના કરી. આ રીતે ભાવક્રુત અર્થાત અર્થપદોના કર્તા મહાવીર તીર્થકર છે તથા દ્રવ્યશ્રત અર્થાત ગ્રન્થપદોના કર્તા ગૌતમ ગણધર છે. ગૌતમ ગણધરે બંને પ્રકારનું શ્રુતજ્ઞાન લોહાર્યને આપ્યું. લોહાર્યે તે જ્ઞાન જબૂસ્વામીને આપ્યું. પરિપાટીક્રમે આ ત્રણેને સકલ શ્રુતના ધારક કહેવામાં આવ્યા છે. અપરિપાટીથી તો સકલ શ્રુતના ધારક સંખ્યય સહસ્ર છે." - ગૌતમદેવ, લોહાચાર્ય અને જબૂસ્વામી આ ત્રણે સાત પ્રકારની લબ્ધિથી સંપન્ન તથા સકળ શ્રુતસાગરના પારગામી બની કેવળજ્ઞાન પામી નિર્વાણ પામ્યા.
૧. પખંડાગમ, પુસ્તક ૧, પૃ. ૭ ૨. પખંડાગમ, પુસ્તક ૧, પૃ. ૧૦-૯૧. ૩. પુસ્તક ૯, પૃ. ૧૨૯ ઉપર ઉલ્લેખ છે કે ઈન્દ્રભૂતિએ બાર અંગો અને ચૌદ અંગબાહ્ય
પ્રકીર્ણકોની રચના કરી હતી. ૪. પુસ્તક ૧, પૃ. ૬૩-૬૫, ૫. જયધવલા અને (ઈન્દ્રનર્દિકૃત) શ્રુતાવતારમાં લોહાચાર્યના સ્થાને એમના અપર નામ
સુધર્માચાર્યનો ઉલ્લેખ છે. એજન, પૃ. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org