________________
૬૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ તે પછી વિષ્ણુ, નન્ટિમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ - આ પાંચે પરિપાટીક્રમે ચૌદપૂર્વધારી થયા. એના પછી વિશાખાચાર્ય, પ્રોષ્ઠિલ, ક્ષત્રિય, જયાચાર્ય, નાગાચાર્ય, સિદ્ધાર્થદેવ, ધૃતિસેન, વિજયાચાર્ય, બુદ્ધિલ, ગંગદેવ અને ધર્મસેન આ અગીઆર પરિપાટીક્રમે અગીઆર અંગમાં તથા ઉત્પાદપૂર્વ આદિ દસ પૂર્વોમાં પારંગત પણ બાકીના ચાર પૂર્વેના એકદેશના ધારક થયા. તેમના પછી નક્ષત્રાચાર્ય, જયપાલ, પાંડુસ્વામી, ધ્રુવસેન અને કંસાચાર્ય એ પાંચે પરિપાટીક્રમે સંપૂર્ણ અગીઆર અંગોના તથા ચૌદ પૂના એકદેશના ધારક થયા. તે પછી સુભદ્ર, યશોભદ્ર, યશોબાહુ અને લોહાચાર્ય એ ચાર સંપૂર્ણ આચારાંગના તથા બાકીના અંગો તેમ જ પૂર્વેના એકદેશના ધારક થયા. તેમના પછી બધા અંગો તેમ જ પૂર્વેના એકદેશનું આચાર્યપરંપરાથી આવેલું જ્ઞાન ધરસેનાચાર્યને મળ્યું. ધરસેન ભટ્ટારકે પુષ્પદન્ત અને ભૂતબલિને ભણાવ્યા. પુષ્પદન્તભૂતબલિએ આ ગ્રન્થની રચના કરી. તેથી આ ખંડસિદ્ધાન્તની અપેક્ષાએ આ બંને આચાર્ય પણ શ્રુતના કર્તા કહેવાય છે. - શ્રતનો અર્થાધિકાર – કૃતનો અર્વાધિકાર બે પ્રકારનો છે : અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ, અંગબાહ્યના ચૌદ અધિકાર છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વન્દના, ૪. પ્રતિક્રમણ, ૫. વૈનયિક, ૬. કૃતિકર્મ, ૭. દશવૈકાલિક, ૮. ઉત્તરાધ્યયન, ૯. કલ્પવ્યવહાર, ૧૦. કલ્પાકલ્પિક, ૧૧. મહાકલ્પિક, ૧૨. પુંડરીક, ૧૩. મહાપુંડરીક, ૧૪. નિશીથિકા.૫
સામાયિક નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ દ્વારા સમતાભાવના વિધાનનું વર્ણન કરે છે. ચતુર્વિશતિસ્તવ ચોવીસ તીર્થંકરોનાં વંદનવિધાન, નામ,
૧. શ્રુતાવતારમાં ધ્રુવસેનના સ્થાને દ્રુમસેનનો ઉલ્લેખ છે, એજન. ૨. શ્રુતાવતારમાં યશોભદ્રના સ્થાને અભયભદ્રનો ઉલ્લેખ છે, એજન. ૩. જયધવલા અને શ્રુતાવતારમાં યશોબાહુના સ્થાને ક્રમશઃ જહબાહુ અને જયબાહુનો ઉલ્લેખ
છે. એજન. ૪. એજન, પૃ. ૬૬-૭૧ ५. अत्थाहियारो दुविहो, अंगबाहिरो अंगपइट्ठो चेदि । तत्थ अंगबाहिरस्स चोद्दस अत्थाहियारा ।
तं जहा - सामाइयं चउवीसत्थओ वंदणा पडिक्कमणं वेणइयं किदियम्मं दसवेयालियं उत्तरज्झयणं कप्पववहारो कप्पाकप्पियं महाकप्पियं पुंडरीयं महापुंडरीयं णिसिहियं चेदि । એજન, પૃ. ૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org