________________
કર્મપ્રાભૃતની વ્યાખ્યાઓ
૬૫ સંસ્થાન, ઉત્સધ, પંચમહાકલ્યાણક, ચોત્રીસ અતિશયોનું સ્વરૂપ અને વંદનસફલત્વનું વર્ણન કરે છે. વંદનામાં એક જિન અને જિનાલયવિષયક વંદનાનું નિરવદ્ય ભાવપૂર્વક વર્ણન છે. પ્રતિક્રમણ કાલ અને પુરુષનો આશ્રય લઈને સાત પ્રકારનાં પ્રતિક્રમણોનું વર્ણન કરે છે. વૈયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચાર સંબંધી વિનયનું વર્ણન કરે છે. કૃતિકર્મમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની પૂજાવિધિનું વર્ણન છે. દશવૈકાલિકમાં આચાર-ગોચરવિધિનું વર્ણન છે. કલ્પવ્યવહાર સાધુઓને યોગ્ય આચરણનું તેમ જ અયોગ્ય આચરણના પ્રાયશ્ચિત્તનું વર્ણન કરે છે. કલ્પાકલ્પિકમાં મુનિઓને યોગ્ય આચરણનું તેમ જ અયોગ્ય આચરણનું વર્ણન છે. મહાકલ્પિકમાં કાલ અને સંહનનની અપેક્ષાએ સાધુઓને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. પુંડરીકમાં ચાર પ્રકારના દેવોમાં ઉત્પન્ન થવા માટેનાં કારણરૂપ અનુષ્ઠાનોનું વર્ણન છે. મહાપુંડરીકમાં સકલેન્દ્રો અને પ્રતીન્દ્રોમાં ઉત્પન્ન થવા માટેનાં કારણોનું વર્ણન છે. નિશીથિકામાં બહુવિધ પ્રાયશ્ચિત્તના વિધાનનું વર્ણન છે.'
અંગપ્રવિષ્ટના બાર અર્વાધિકાર છે : ૧. આચાર, ૨. સૂત્રકૃત, ૩. સ્થાન, ૪. સમવાય, ૫, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ૬. નાથધર્મકથા, ૭. ઉપાસકાધ્યયન, ૮. અન્તકૃદશા, ૯. અનુત્તરૌપપાદિકદશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકસૂત્ર, ૧૨. દૃષ્ટિવાદ.
આચારાંગ ૧૮,૦૦૦ પદો દ્વારા મુનિઓના આચારનું વર્ણન કરે છે.
સૂત્રકૃતાંગ ૩૬,૦૦૦ પદો દ્વારા જ્ઞાનવિનય, પ્રજ્ઞાપના, કધ્યાકધ્ય. છેદોપસ્થાપના અને વ્યવહારધર્મક્રિયાનું પ્રરૂપણ કરે છે અને સ્વસમય તેમ જ પરસમયનું પ્રતિપાદન કરે છે.
સ્થાનાંગ ૪૨,૦૦૦ પદો દ્વારા એકથી શરૂ કરી ઉત્તરોત્તર એક-એક અધિક સ્થાનોનું વર્ણન કરે છે.
સમવાયાંગ ૧,૬૪,૦૦૦ પદો દ્વારા બધા પદાર્થોના સમવાયનું વર્ણન કરે છે અર્થાત્ સદશ્યસામાન્યની અપેક્ષાએ જીવ વગેરે પદાર્થોનું જ્ઞાન કરાવે છે.
૧. એજન, પૃ. ૯૬-૯૮, પુસ્તક ૯, પૃ. ૧૮૮-૧૯૧. २. अंगपविट्ठस्स अत्थाधियारो बारसविहो । तं जहा, आयारो सूदयदं ठाणं समवायो वियाहपण्णत्ती
णाहधम्मकहा उवासयज्झयणं अंतयडदसा अणुत्तरोववादियदसा पण्हवायरणं विवागसुत्तं વિડ્રિવાતો ઃિ ! પુસ્તક ૧, પૃ. ૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org