________________
કર્મપ્રાભૂત
(૬) ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચે જ્ઞાનાવરણીય, નવે દર્શનાવરણીય, અસાતાવેદનીય તથા પાંચે અન્યરાય કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રીસ કોટાકોટિ સાગરોપમ છે. તેમનો અબાધાકાલ (અનુદયકાલ) ત્રણ હજાર વર્ષનો છે. સાતાવેદનીય, સ્રીવેદ, મનુષ્યગતિ તથા મનુષ્યગતિપ્રાયોગ્યાનુપૂર્વી કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પંદર કોટાકોટિ સાગરોપમ છે. તેમનો અબાધાકાલ પંદરસો વર્ષનો છે. મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સીત્તેર કોટાકોટિ સાગરોપમ છે. તેનો અબાધાકાલ સાત હજાર વર્ષનો છે. સોળ કષાયોનો ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ ચાલીસ કોટાકોટિ સાગરોપમ છે. એમનો અબાધાકાલ ચાર હજાર વર્ષનો છે. આ રીતે બાકીની કર્મપ્રકૃતિઓના વિષયમાં પણ યથાવત્ સમજી લેવું જોઈએ.
(૭) જઘન્યસ્થિતિ – પાંચે જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, સંજ્વલનલોભ અને પાંચે અન્તરાય કર્મપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અન્તર્મુહૂર્તનો છે. એમનો અબાધાકાલ પણ અન્તર્મુહૂર્તનો છે. પાંચ દર્શનાવરણીય અને અસાતાવેદનીય કર્મપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાંથી બાદ સાગરોપમનો / ભાગ જેટલો છે. એમનો પણ અબાધાકાલ અન્તર્મુહૂર્તનો છે. સાતાવેદનીયનો જઘન્ય સ્થિતિબંધ બાર મુહૂર્તનો છે. તેનો અબાધાકાલ અન્તર્મુહૂર્તનો છે. આ જ રીતે અન્ય કર્મપ્રકૃતિઓના વિષયમાં પણ યથાવત્ સમજવું જોઈએ. (૮) સમ્યક્ત્વોત્પત્તિ – જ્યારે જીવ આ બધાં કર્મોની અન્તઃકોટાકોટિની સ્થિતિનો બંધ કરે છે ત્યારે તે જીવ પ્રથમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. પ્રથમ સમ્યક્ત્વને પ્રા કરનારો જીવ પંચેન્દ્રિય, સંજ્ઞી, મિથ્યાર્દષ્ટિ, પર્યાપ્તક અને સર્વવિશુદ્ધ હોય છે, ઈત્યાદિ.૩
---
–
(૯) ગતિ-આગતિ – જે જીવો પ્રથમ નરકમાં મિથ્યાત્વ સાથે જાય છે તેમાંથી કેટલાક જીવો મિથ્યાત્વ સાથે જ તેમાંથી નીકળે છે, કેટલાક જીવો સાસાદનસમ્યગ્દર્શન સાથે તેમાંથી નીકળે છે અને કેટલાક સમ્યક્ત્વ સાથે તેમાંથી નીકળે છે. જે જીવો પ્રથમ નરકમાં સમ્યક્ત્વ સાથે જાય છે તેઓ બધા સમ્યક્ત્વ સાથે જ તેમાંથી નીકળે છે. જે જીવો દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ કે ષષ્ઠ નરકમાં મિથ્યાત્વ સાથે જાય છે તેમાંથી કેટલાક જીવો મિથ્યાત્વ સાથે તેમાંથી નીકળે છે, કેટલાક જીવો સાસાદનસમ્યક્ત્વ સાથે તેમાંથી નીકળે છે તથા કેટલાક જીવો સમ્યક્ત્વ સાથે તેમાંથી નીકળે છે. સાતમા નરકમાં મિથ્યાત્વ સાથે જનારા જીવો મિથ્યાત્વ સાથે જ તેમાંથી નીકળે છે.”
૧. સૂત્ર ૪-૪૪ (ઉત્કૃષ્ટસ્થિતિ) ૩. સૂત્ર ૩-૧૬ (સમ્યક્ત્વોત્પત્તિ)
Jain Education International
૨. સૂત્ર ૩-૪૩
૪. સૂત્ર ૪૪-૫૨ (ગતિ-આગતિ)
૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org