________________
४८
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
જે જીવો તિર્યંચગતિમાં મિથ્યાત્વ સાથે જાય છે તેમાંથી કેટલાક જીવો મિથ્યાત્વ સાથે જ તેમાંથી નીકળે છે, કેટલાક જીવો સાસાદનસમ્યક્ત સાથે તેમાંથી નીકળે છે અને કેટલાક જીવો સમ્યક્ત સાથે તેમાંથી નીકળે છે. જે જીવો તિર્યંચગતિમાં સાસાદનસમ્યક્ત સાથે જાય છે તેમાંથી કેટલાક જીવો મિથ્યાત્વ સાથે તેમાંથી નીકળે છે, કેટલાક જીવો સાસાદનસમ્યક્ત સાથે જ તેમાંથી નીકળે છે, અને કેટલાક સમ્યક્ત સાથે તેમાંથી નીકળે છે. જે જીવો તિર્યંચગતિ, સમ્યક્ત સાથે જાય છે તે બધા જ તેમાંથી સમ્યક્ત સાથે જ નીકળે છે. આમ અન્ય ગતિઓનાં પ્રવેશ-નિષ્ક્રમણના વિષયમાં પણ યથાવત્ સમજી લેવું જોઈએ.'
મિથ્યાદષ્ટિ અને સાસાદનસમ્યગ્દષ્ટિ નારકી જીવો નરકમાંથી નીકળીને કેટલી ગતિઓમાં જાય છે ? તિર્યંચગતિમાં તથા મનુષ્યગતિમાં. તિર્યંચગતિમાં જનારા નારકી જીવો પંચેન્દ્રિયોમાં જાય છે પણ એકેન્દ્રિયોમાં કે વિકસેન્દ્રિયોમાં જતા નથી; પંચેન્દ્રિયોમાં પણ સંજ્ઞીઓમાં જાય છે, અસંજ્ઞીઓમાં જતા નથી; સંજ્ઞીઓમાં પણ ગાઁપક્રાન્તિકોમાં જાય છે, સમૂર્ણિમોમાં જતા નથી; ગર્ભોપક્રાન્તિકોમાં પણ પર્યાપ્તકોમાં જાય છે, અપર્યાપ્તકોમાં જતા નથી; પર્યાપ્તકોમાં પણ સંખ્યય વર્ષની આયુવાળાઓમાં જાય છે, અસંખ્યય વર્ષની આયુવાળાઓમાં જતા નથી. આ પ્રમાણે મનુષ્યગતિમાં જનારા નારકી જીવો પણ ગાઁપક્રાન્તિકો, પર્યાપ્તકો અને સંખ્યય વર્ષની આયુવાળાઓમાં જ જાય છે.
સમ્યુગ્મિથ્યાષ્ટિ નારકી જીવો સમ્મિથ્યાત્વ ગુણસ્થાન સાથે નરકમાંથી નીકળતા નથી. સમ્યગ્દષ્ટિ નારકી જીવો નરકમાંથી નીકળી મનુષ્યગતિમાં જ જાય છે; મનુષ્યોમાં પણ ગભપક્રાન્તિકોમાં જ જાય છે, ઈત્યાદિ. આ બધું ઉપરની છ પૃથ્વીઓના નારકી જીવોના વિષયમાં છે. સાતમી પૃથ્વીના નારકી જીવો કેવળ તિર્યંચગતિમાં જ જાય છે, ઈત્યાદિ. આમ અન્ય ગતિઓના વિવિધ પ્રકારના જીવોના વિષયમાં પણ યથાવતુ સમજી લેવું જોઈએ. અહીં સુધી કર્મપ્રાભૃતના પ્રથમ ખંડ જીવસ્થાનનો અધિકાર છે. એના પછી મુદ્રક બન્ધ નામનો બીજો ખંડ શરૂ થાય છે. શુદ્રકબબ્ધ
સુદ્રકબન્ધમાં સ્વામિત્વ વગેરે અગીઆર અનુયોગદ્વારોની અપેક્ષાએ બન્ધકો (અર્થાત્ કર્મોનો બંધ કરનાર જીવો)નો વિચાર કરવામાં આવ્યો છે. પ્રારંભમાં ૧. સૂત્ર પ૩-૭૫
સૂત્ર ૭૬-૮૫ ૩. સૂત્ર ૮૬-૧૦૦
સૂત્ર ૧૦૧-૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org