________________
૪૬.
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ સાથે સંબંધ ધરાવનારું. નવ પ્રકૃતિઓ સાથે સંબંધ ધરાવનારું બન્ધસ્થાન મિથ્યાષ્ટિને અથવા સાસાદનસમ્યગ્દષ્ટિને હોય છે. છ પ્રકૃતિઓ સાથે સંબંધ ધરાવનારું બંધસ્થાન સમ્યમ્મિગ્લાદષ્ટિ, અસંયતમિથ્યાષ્ટિ, સંયતાસંયત કે સંયતને હોય છે. ચાર પ્રકૃતિઓ સાથે સંબંધ ધરાવનારું બંધસ્થાન કેવળ સંયતને હોય છે. વેદનીય કર્મની બંને પ્રકૃતિઓનું એક જ બંધસ્થાન છે. તે મિથ્યાષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ, સમ્યમેિથ્યાષ્ટિ, અસંયતસમ્યગ્દષ્ટિ, સંયતાસંયત કે સંયતને હોય છે. મોહનીય કર્મનાં દસ બંધસ્થાનો છેઃ બાવીસ પ્રકૃતિ સંબંધી, એકવીસ પ્રકૃતિ સંબંધી, સત્તર પ્રકૃતિ સંબંધી, તેર પ્રકૃતિ સંબંધી, નવ પ્રકૃતિ સંબંધી, પાંચ પ્રકૃતિ સંબંધી, ચાર પ્રકૃતિ સંબંધી, ત્રણ પ્રકૃતિ સંબંધી, બે પ્રકૃતિ સંબંધી અને એક પ્રકૃતિ સંબંધી. આયુ કર્મની ચાર પ્રકૃતિઓનો બંધ કરનાર જીવનું એક જ ભાવમાં અવસ્થાન હોય છે. નામ કર્મનાં આઠ બંધસ્થાન છે : એકત્રીસ પ્રકૃતિ સંબંધી, ત્રીસ પ્રકૃતિ સંબંધી, ઓગણત્રીસ પ્રકૃતિ સંબંધી, અઠ્ઠાવીસ પ્રકૃતિ સંબંધી, છવ્વીસ પ્રકૃતિ સંબંધી, પચીસ પ્રકૃતિ સંબંધી, તેવીસ પ્રકૃતિ સંબંધી અને એક પ્રકૃતિ સંબંધી. ગોત્ર કર્મની બંને પ્રકૃતિઓનું એક જ બંધસ્થાન છે. અન્તરાય કર્મની પાંચ પ્રકૃતિઓનું પણ એક જ બંધસ્થાન છે.' (૩) પ્રથમ મહાદંડક – પ્રથમ સમ્યક્વાભિમુખ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય પાંચ જ્ઞાનાવરણીય, નવે દર્શનાવરણીય, સાતાવેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા પ્રકૃતિઓને બાંધે છે, આયુ કર્મને બાંધતો નથી, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયિક શરીર આદિ પ્રવૃતિઓને બાંધે છે. ૨ (૪) દ્વિતીય મહાદંડક - પ્રથમ સમ્યક્તાભિમુખ દેવ અથવા સાતમી નારકી સિવાયના અન્ય નારકી પાંચ જ્ઞાનાવરણીય, નવે દર્શનાવરણીય, સાતાવેદનીય આદિ પ્રકૃતિઓને બાંધે છે, આય કર્મને બાંધતો નથી, ઈત્યાદિ.' (૫) તૃતીય મહાદંડક – પ્રથમ સમ્યક્તાભિમુખ સાતમી પૃથ્વીનો નારકી પાંચે જ્ઞાનાવરણીય, નવે દર્શનાવરણીય, સાતાવેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, પુરુષવેદ, હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા પ્રકૃતિઓને બાંધે છે, આય કર્મને બાંધતો નથી, તિર્યક્રગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર વગેરે પ્રકૃતિઓને બાંધે છે, ઉદ્યોગ પ્રકૃતિને કદાચિત્ બાંધે છે કદાચિત્ બાંધતો નથી, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત આદિ પ્રવૃતિઓને બાંધે છે. ૧. સૂત્ર ૧-૧૧૭ (સ્થાન સમુત્કીર્તન) ૨. સૂત્ર ૧-૨ (પ્રથમ મહાદંડક) ૩. સૂત્ર ૧-૨ (દ્વિતીય મહાદંડક) ૪. સૂત્ર ૧-૨ (તૃતીય મહાદંડક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org