________________
४४
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
અપેક્ષાએ નારકીઓમાં મિથ્યાદૃષ્ટિ જીવો અનેક જીવોની અપેક્ષાએ સર્વદા હોય છે. એક જીવની અપેક્ષાએ આ કાળ જઘન્યપણે અન્તર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમનો છે, ઈત્યાદિ."
(૬) અન્તરાનુગમ – અન્તરાગમ બાબતે પણ બે પ્રકારનું કથન થાય છેઃ સામાન્યની અપેક્ષાએ અને વિશેષની અપેક્ષાએ. સામાન્યની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ જીવો નાના જીવોની અપેક્ષાએ અત્તરરહિત અર્થાત નિરન્તર છે. એક જીવની દૃષ્ટિએ જઘન્ય અન્તર્મુહૂર્તનું અત્તર છે અને ઉત્કૃષ્ટ એક સો બત્રીસ સાગરોપમથી કંઈક ઓછું અત્તર છે. સાસાદનસમ્યગ્દષ્ટિ અને સમ્યમ્મિથ્યાષ્ટિ જીવોનું અત્તર નાના જીવોની અપેક્ષાએ જઘન્ય એક સમયનું છે અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું છે. એક જીવની અપેક્ષાએ જઘન્ય અન્તર ક્રમશઃ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અન્તર્મુહૂર્ત છે તથા ઉત્કૃષ્ટ અત્તર અર્ધપુદ્ગલપરિવર્તથી કંઈક ઓછું છે. આમ આગળના ગુણસ્થાન વિશે યથાવત્ સમજી લેવું જોઈએ.
વિશેષની અપેક્ષાએ નરકગતિમાં રહેલા મિથ્યાષ્ટિ અને અસંતસમ્યગ્દષ્ટિ જીવોનું નાના જીવોની અપેક્ષાએ અત્તર નથી. એક જીવની અપેક્ષાએ એમનું જઘન્ય અન્તર અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અત્તર તેત્રીસ સાગરોપમથી કંઈક ઓછું છે. આ રીતે આગળ પણ યથાવત્ સમજી લેવું જોઈએ.’
(૭) ભાવાનુગમ – સામાન્ય દષ્ટિએ મિથ્યાદષ્ટિને ઔદયિક ભાવ હોય છે, સાસાદનસમ્યગ્દષ્ટિને પરિણામિક ભાવ હોય છે, સમ્યમ્મિગ્ગાદષ્ટિને ક્ષાયોપથમિક ભાવ હોય છે અને અસંતસમ્યગ્દષ્ટિને ઔપશામિક, ક્ષાયિક અથવા ક્ષાયોપથમિક ભાવ હોય છે. અસંતસમ્યગ્દષ્ટિનું અસંયતત્વ ઔદયિક ભાવથી હોય છે. સંયતાસંયત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયતને ક્ષાયોપથમિક ભાવ, ચાર ઉપશામકોને ઔપશમિક ભાવ અને ચાર ક્ષેપકો, સયોગિકેવલી તેમ જ અયોગિકેવલીને ક્ષાયિક ભાવ હોય છે.'
૧. સૂત્ર ૩૩-૧૪૨ ૨. વિવક્ષિત ગુણસ્થાનથી ગુણસ્થાનાત્તરમાં સંક્રમણ હોતાં પુનઃ એ ગુણસ્થાનની પ્રાપ્તિ જ્યાં સુધી નથી હોતી ત્યાં સુધીનો કાળ અત્તર કહેવાય છે. ૩. સૂત્ર ૧-૨૦(પુસ્તક ૫) ૪. સૂત્ર ૨૧-૩૯૭ ૫. સૂત્ર ૧-૯ (ભાવાનુગમ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org