________________
કર્મપ્રાભૃત
૪૩ સંજ્ઞાની અપેક્ષાએ સંજ્ઞી જીવોમાં મિથ્યાષ્ટિ જીવો દેવોથી કંઈક વધુ છે, સાસાદનસમ્યગ્દષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ જીવોની સંખ્યા સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. અસંજ્ઞી અનન્ત છે.'
આહારની અપેક્ષાએ આહારક જીવોમાં મિથ્યાષ્ટિથી સયોગિકેવલીની સંખ્યા સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. અનાહારક જીવોમાં મિથ્યાદષ્ટિ આદિ કાર્મણકાયયોગીઓના સમાન છે તથા અયોગિકેવલી સામાન્ય પ્રરૂપણા સમાન છે.
(૩) ક્ષેત્રાનુગમ – ક્ષેત્રાનુગામમાં પણ બે પ્રકારે કથન છે: ઓઘ અર્થાત સામાન્ય દષ્ટિથી અને આદેશ અર્થાતુ વિશેષ દૃષ્ટિથી. - સામાન્યની અપેક્ષાએ મિથ્યાષ્ટિ જીવો સર્વલોકમાં રહે છે. સાસાદનસમ્યગ્દષ્ટિથી અયોગિકેવલી લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. સયોગિકેવલી લોકના અસંખ્યાતમા ભાગમાં અથવા અસંખ્યય ભાગોમાં અથવા સર્વલોકમાં રહે છે.
વિશેષની અપેક્ષાએ નરકગતિમાં ઉત્પન્ન મિથ્યાદૃષ્ટિથી અસંતસમ્યગ્દષ્ટિ લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે, ઈત્યાદિ.૫
(૪) સ્પર્શાનુગમ – સ્પર્શાનુગામની અપેક્ષાએ પણ બે પ્રકારે કથન હોય છે : સામાન્યની દૃષ્ટિએ અને વિશેષની દૃષ્ટિએ. સામાન્યની દૃષ્ટિએ મિથ્યાષ્ટિ જીવોએ આખા લોકને સ્પર્શ કર્યો છે. સાસાદનસમ્યગ્દષ્ટિ જીવોએ લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શ કર્યો છે, ઈત્યાદિ. વિશેષની દૃષ્ટિએ નારકીઓમાં મિથ્યાષ્ટિઓએ લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શ કર્યો છે, ઈત્યાદિ.
(૫) કાલાનુગમ – કાળની અપેક્ષાએ સામાન્ય દૃષ્ટિએ મિથ્યાષ્ટિ જીવો અનેક જીવોની અપેક્ષાએ સર્વદા હોય છે. એક જીવની અપેક્ષાએ કાળ ત્રણ પ્રકારનો છે : અનાદિ અનન્ત, અનાદિસાત્ત અને સાદિસાત્ત. એમાં સાદિસાન્તકાળ જઘન્યપણે અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટપણે અર્ધપુગલપરિવર્તથી કંઈક ઓછો છે. સાસાદનસમ્યગ્દષ્ટિ જીવો નાના જીવોની અપેક્ષાએ જઘન્યપણે એક સમય સુધી હોય છે અને ઉત્કૃષ્ટપણે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી હોય છે. એક જીવની અપેક્ષાએ જઘન્ય કાળ એક સમયનો છે તથા ઉત્કૃષ્ટ કાળ છ આવલિકાઓનો છે. આ રીતે સમ્યશ્મિથ્યાદષ્ટિ જીવો વગેરેના વિષયમાં પણ યથાવત્ સમજવું જોઈએ. વિશેષની
૧. સૂત્ર ૧૮૫-૧૮૯ ૪. સૂત્ર ૨-૪ ૭. સૂત્ર ૧૧-૧૮૫
૨. સૂત્ર ૧૯૦-૧૯૨ ૫. સૂત્ર ૫-૯૨ ૮. સૂત્ર ૧-૩ર (કાલાનગમ)
૩. સૂત્ર ૧ (પુસ્તક ૪) ૬.સૂત્ર ૧૧૦ (સ્પર્શાનુગમ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org