________________
૨૯
કર્મામૃત
પખંડાગમના પ્રારંભિક ભાગ સત્રરૂપણાના પ્રણેતા આચાર્ય પુષ્પદન્ત છે અને બાકીના આખા ગ્રન્થના રચયિતા આચાર્ય ભૂતબલિ છે. ધવલાકારે પુષ્પદન્તરચિત જે વીસ સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે તે સત્વરૂપણાના વીસ અધિકાર જ છે કારણ કે આગળ સ્પષ્ટ લખ્યું છે કે ભૂતબલિએ દ્રવ્યપ્રમાણાનુગમથી પોતાની રચનાની શરૂઆત કરી. સત્વરૂપણા પછી જયાંથી સંખ્યાપ્રરૂપણા અર્થાત્ દ્રવ્યપ્રમાણાનુગમ શરૂ થાય છે ત્યાં પણ ધવલાકારે કહ્યું છે કે હવે ચૌદ જીવસમાસોના અસ્તિત્વને જાણી લેનાર શિષ્યોને તે જ જીવસમાસનાં પરિમાણનો બોધ કરાવવા ભૂતબલિ આચાર્ય સૂત્રો કહે છે. (પદિ વોટ્ટ जीवसमासाणमत्थित्तमवगदाणं सिस्साणं तेसिं चेव परिमाणपडिबोहणटुं भूदबलियाइरियो સુત્તમદ )
આચાર્ય ધરસેન, પુષ્પદન્ત અને ભૂતબલિનો સમય વિવિધ પ્રમાણોના આધારે વીરનિર્વાણ પછી ૬૦૦ અને ૭00 વર્ષની વચ્ચે હોવાનું સિદ્ધ થાય છે. ૨ કર્મપ્રાભૃતના વિષયનું વિભાજન
કર્મપ્રાભૂતના છએ છ ખંડોની ભાષા પ્રાકૃત (શૌરસેની) છે. આચાર્ય પુષ્પદને ૧૭૭ સૂત્રોમાં સત્રરૂપણા નામનો ભાગ લખ્યો અને બાકીનો આખો ગ્રન્થ આચાર્ય ભૂતબલિએ ૬OOO સૂત્રોમાં લખ્યો.
કર્મપ્રાભૃતના છ ખંડોનાં નામ આ પ્રમાણે છે : ૧. જીવસ્થાન, ૨. શુદ્રકબંધ, ૩. બંધસ્વામિત્વવિચય, ૪. વેદના, પ. વર્ગણા, ૬. મહાબંધ.
જીવસ્થાનમાં આઠ અનુયોગદ્વાર અને નવ ચૂલિકાઓ છે. આઠ અનુયોગદ્વાર આ પ્રમાણે છે : ૧. સત્, ૨. સંખ્યા દ્રવ્યપ્રમાણ), ૩. ક્ષેત્ર, ૪. સ્પર્શન, ૫. કાલ, ૬, અત્તર, ૭. ભાવ, ૮. અલ્પબદુત્વ. નવ ચૂલિકાઓ આ છે : ૧. પ્રકૃતિસમુત્કીર્તન, ૨. સ્થાનસમુત્કીર્તન, ૩-૫. પ્રથમ-દ્વિતીય-તૃતીય મહાદંડક, ૬. ઉત્કૃષ્ટ સ્થિતિ, ૭. જઘન્યસ્થિતિ, ૮. સમ્યક્વોત્પત્તિ, ૯. ગતિ-આગતિ. આ ખંડનું પરિમાણ ૧૮OO૦ પદપ્રમાણ છે.
શુદ્રકબંધના અગિયાર અધિકાર છે : ૧. સ્વામિત્વ, ૨. કાલ, ૩. અત્તર, ૪. ભંગવિચય, ૫. દ્રવ્યપ્રમાણાનુગમ, ૬. ક્ષેત્રાનુગમ, ૭. સ્પર્ધાનુગમ, ૮. નાના-જીવ-કાલ, ૯. નાના-જીવ-અત્તર, ૧૦. ભાગાભાગાનુગમ, ૧૧. અલ્પબદુત્વાનુગમ. ૧. પખંડાગમ, પુસ્તક ૩, પૃ. ૧. ૨. એજન, પુસ્તક ૧, પ્રસ્તાવના, પૃ. ૨૧-૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org