SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કર્મસાહિત્ય અને આગામિક પ્રકરણ ચયનલબ્ધિ નામનો જે પાંચમો અધિકાર છે તેના વીસ પ્રાભૃત છે. વીસમાં ચોથો પ્રાભૃત કર્મપ્રકૃતિ છે. આ કર્મપ્રકૃતિ પ્રાભૃતમાંથી જ પખંડસિદ્ધાન્તની ઉત્પત્તિ થઈ છે. કર્મપ્રાભૃતના પ્રણેતા પખંડસિદ્ધાન્તરૂપ કર્મપ્રાભૃત આચાર્ય પુષ્પદન્ત અને ભૂતબલિની રચના છે. તેમણે પ્રાચીન કર્મપ્રકૃતિ પ્રાભૂતને આધારે પ્રસ્તુત ગ્રન્થનું નિર્માણ કર્યું છે. કર્મપ્રાભૃત (ખખંડાગમ)ની ધવલા ટીકામાં ઉલ્લેખ છે કે સૌરાષ્ટ્ર દેશના ગિરિનગરની ચન્દ્રગુફામાં રહેતા ધરસેનાચાર્યે અંગશ્રુતનો વિચ્છેદ થઈ જવાના ભયે મહિમાનગરીમાં એકઠા થયેલા દક્ષિણાપથના આચાર્યોને એક પત્ર લખ્યો. આચાર્યોએ પત્રનું પ્રયોજન બરાબર સમજીને શાસ્ત્રને ધારણ કરવા સમર્થ બે પ્રતિભાસમ્પન્ન સાધુઓને આન્દ્ર દેશના વેન્નાતટથી ધરસેનાચાર્ય પાસે મોકલ્યા. ધરસેને શુભ તિથિ, શુભ નક્ષત્ર અને શુભ વારે તેમને ગ્રન્થ ભણાવવો શરૂ કર્યો. ક્રમશઃ વ્યાખ્યાન કરતાં કરતાં તેમણે અષાઢ મહિનાના અજવાળિયા પખવાડિયામાં અગિયારસે સવારે ગ્રન્થ પૂરો કર્યો. વિનયપૂર્વક ગ્રન્થની પરિસમાપ્તિથી પ્રસન્ન થઈ ભૂતોએ પેલા બે સાધુઓમાંના એકની પુષ્પાવલી વગેરેથી ભારે પૂજા કરી, તેને જોઈને ધરસેને તે સાધુનું નામ “ભૂતબલિ” રાખ્યું. બીજા સાધુની ભૂતોએ પૂજા કરીને તેની અસ્ત-વ્યસ્ત દંતપંક્તિને સરખી કરી દીધી, તેને જોઈને ધરસેને તે સાધુનું નામ “પુષ્પદંત' રાખ્યું. ત્યાંથી પ્રસ્થાન કરી તે બંને સાધુએ અકુલેશ્વરમાં ચોમાસું કર્યું. ચોમાસું પૂરું કરી આચાર્ય પુષ્પદન્ત વનવાસ ગયા અને ભટ્ટારક ભૂતબલિ દ્રમિલદેશ પહોંચ્યા. પુષ્પદંતે જિનપાલિતને દીક્ષા આપીને (સત્વરૂપણાના) વીસ સૂત્રો રચી જિનપાલિતને ભણાવ્યાં અને પછી જિનપાલિતને ભૂતબલિ પાસે મોકલ્યા. ભૂતબલિએ જિનપાલિત પાસેનાં વીસ સૂત્રો જો ઈ તથા પુષ્પદન્તને અલ્પાયુ જાણી મહાકપ્રકૃતિપ્રાભૃત ( શ્નપથવિપ૬િ૯)નો વિચ્છેદ થઈ જવાના ભયે દ્રવ્યપ્રમાણાનુગમથી શરૂ કરી આગળની ગ્રન્થરચના કરી. તેથી આ ખંડસિદ્ધાન્તની અપેક્ષાએ ભૂતબલિ અને પુષ્પદન્ત પણ શ્રુતના કર્તા ગણાય છે. આ રીતે મૂલગ્રન્થના કર્તા વર્ધમાન ભટ્ટારક છે, અનુગ્રંથના કર્તા ગૌતમસ્વામી છે તથા ઉપગ્રન્થના કર્તા રાગદ્વેષમોહરહિત ભૂતબલિ-પુષ્પદન્ત છે. આ १. अगेणियस्स पुव्वस्स पंचमस्स वत्थुस्स चउत्थो पाहुडो कम्मपयडी णाम ॥ ४५ ॥ - પખડ઼ાગમ, પુસ્તક ૯, પૃ. ૧૩૪. ૨. પખંડાગમ, પુસ્તક ૧, પૃ. ૬૭-૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy