________________
કર્મવાદ
૨૫ (૭) સંક્રમણ – એક પ્રકારના કર્મપુદ્ગલોની સ્થિતિ વગેરેનું બીજા પ્રકારના કર્મયુગલોની સ્થિતિ આદિમાં પરિવર્તન (પરિણમન) થવું એને સંક્રમણ કહેવામાં આવે છે. સંક્રમણ કોઈ એક મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રવૃતિઓમાં જ થાય છે, વિભિન્ન મૂળ પ્રકૃતિઓમાં થતું નથી. બીજા શબ્દોમાં, સજાતીય પ્રવૃતિઓમાં જ સંક્રમણ સ્વીકારાયું છે, વિજાતીય પ્રવૃતિઓમાં સ્વીકારાયું નથી. આ નિયમના અપવાદ તરીકે આચાર્યોએ એ પણ બતાવ્યું છે કે આયુ કર્મની પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમણ થતું નથી તેમ જ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયમાં તથા દર્શનમોહનીયની ત્રણ ઉત્તરપ્રવૃતિઓમાં પણ કેટલાક અપવાદોને છોડીને) પરસ્પર સંક્રમણ થતું નથી. આમ આયુ કર્મની ચાર ઉત્તરપ્રકૃતિઓ, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય તેમ જ દર્શનમોહનીયની ત્રણ ઉત્તરપ્રકૃતિઓ ઉપર જણાવેલા નિયમના અપવાદો છે.
(૮) ઉપશમન – કર્મની જે અવસ્થામાં ઉદય કે ઉદીરણાનો સંભવ નથી તે અવસ્થાને ઉપશમન કહેવામાં આવે છે. આ અવસ્થામાં ઉદ્વર્તન, અપવર્તના અને સંક્રમણની સંભાવના હોય છે. જેમ રાખથી ઢંકાયેલો અગ્નિ તે અવસ્થામાં પોતાનું વિશિષ્ટ કાર્ય કરી શકતો નથી પરંતુ રાખનું આવરણ દૂર થતાં જ ફરી પ્રજવલિત થઈને પોતાનું કાર્ય કરવા તૈયાર થઈ જાય છે તેમ ઉપશમન અવસ્થામાં રહેલું કર્મ તે અવસ્થા પૂરી થતાં તરત જ પોતાનું કાર્ય શરૂ કરી દે છે અર્થાત્ ઉદયમાં આવી પોતાનું ફળ આપવાનું શરૂ કરી દે છે.
(૯) નિધત્તિ - કર્મની તે અવસ્થા નિધત્તિ કહેવાય છે જેમાં ઉદીરણા અને સંક્રમણનો સર્વથા અભાવ હોય છે. આ અવસ્થામાં ઉદ્વર્તન અને અપવર્તનાનો અસંભવ નથી.
(૧૦) નિકાચન – કર્મની એ અવસ્થાનું નામ નિકાચન છે જેમાં ઉદ્વર્તના, અપવર્તન, સંક્રમણ અને ઉદીરણા એ ચારે અવસ્થાઓ સંભવતી નથી. આ અવસ્થાનો અર્થ એ છે કે કર્મનો જે રૂપમાં બંધ થયો હોય તે રૂપમાં જ તેને અનિવાર્યપણે ભોગવવું. આ અવસ્થાનું નામ નિયતિ છે. આ અવસ્થામાં ઈચ્છાસ્વાતત્યનો સર્વથા અભાવ હોય છે. કોઈ કોઈ કર્મની આ જ અવસ્થા હોય
(૧૧) અબાધ - કર્મ બંધાયા પછી અમુક સમય સુધી કોઈ પણ પ્રકારનું ફળ કર્મ ન આપવું એ તે કર્મની અબાધ અવસ્થા છે. આ અવસ્થાના કાળને અબાધાકાળ કહે છે. એની સમજૂતી આપી દીધી છે. - ઉદયને માટે અન્ય પરંપરાઓમાં પ્રારબ્ધ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે જ રીતે સત્તાને માટે “સંચિત' શબ્દનો, બંધનને માટે “આગામી’ કે ‘ક્રિયમાણ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org