________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
અલગથી ગણવામાં આવી નથી પણ પાંચ શરીરોમાં જ એમનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. વળી વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શ એ નામ કર્મની ચાર પિંડપ્રકૃતિઓની વીસ ઉત્તરપ્રકૃતિઓના સ્થાને કેવળ ચાર જ પ્રકૃતિઓ ગણવામાં આવી છે. આમ કુલ એક સો અઠ્ઠાવન પ્રકૃતિઓમાંથી નામ કર્મની છત્રીસ (વીસ અને સોળ) પ્રકૃતિઓ ઓછી કરી દેવાથી એકસો બાવીસ પ્રકૃતિઓ બાકી રહે છે જે ઉદયમાં આવે છે. ઉદીરણામાં પણ આ જ એક સો બાવીસ પ્રકૃતિઓ હોય છે કારણ કે જે પ્રકૃતિમાં ઉદયની યોગ્યતા હોય છે તેની ઉદીરણા થાય છે. બન્ધનાવસ્થામાં માત્ર એક સો વીસ પ્રકૃતિઓનું અસ્તિત્વ મનાયું છે. સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય કર્મોનો અલગથી બન્ધ થવાના બદલે મિથ્યાત્વમોહનીય કર્મના રૂપમાં જ બન્ધ થાય છે કારણ કે (કર્મજન્ય) સમ્યક્ત્વ અને સમ્યક્-મિથ્યાત્વ મિથ્યાત્વની જ વિશોષિત અવસ્થાઓ છે. આ બે પ્રકૃતિઓને ઉપર્યુક્ત એક સો બાવીસ પ્રકૃતિઓમાંથી ઓછી કરી દેવાથી એક સો વીસ પ્રકૃતિઓ બાકી રહે છે જે બન્ધનાવસ્થામાં હોય છે.
૨૪
(૫) ઉદ્ધર્તના બદ્ધ કર્મોનાં સ્થિતિ અને અનુભાગ(રસ)નો નિશ્ચય બંધ વખતે વિદ્યમાન કષાયની તીવ્રતા-મન્દતા પ્રમાણે થાય છે. પછી દશાવિશેષ કે ભાવવિશેષના અર્થાત્ અધ્યવસાયવિશેષના કારણે પેલી સ્થિતિ તથા અનુભાગમાં વધારો થવો એને ઉદ્ધૃર્તના કહે છે. આ અવસ્થાને ઉત્કર્ષણા પણ કહે છે.
-
(૬) અપવર્તના બદ્ધ કર્મોનાં સ્થિતિ અને અનુભાગમાં ખાસ અધ્યવસાય દ્વારા ઘટાડો કરવો એ અપવર્તના નામે ઓળખાય છે. આ અવસ્થા ઉદ્ધૃર્તનાથી તદ્દન ઊલટી છે. એનું બીજું નામ અપકર્ષણ પણ છે. આ અવસ્થાઓની માન્યતા ઉ૫૨થી જ સાબિત થાય છે કે કોઈ પણ કર્મની સ્થિતિમાં તેમ જ કર્મના ફળની તીવ્રતા-મન્ત્રતામાં કોઈ પણ જાતનું પરિવર્તન થઈ શકતું નથી એ વાત ખોટી છે. જીવના પોતાના ખાસ પ્રયત્નની કે અધ્યવસાયની શુદ્ધતા-અશુદ્ધતા દ્વારા એમનામાં ફેરફાર થતો રહે છે. એક સમયે આપણે કોઈ અશુભ કામ (પાપકર્મ) કર્યું અને પછી બીજા સમયે શુભ કામ કર્યું તો પૂર્વે બાંધેલા કર્મની સ્થિતિ વગેરેમાં યથાસંભવ ફેરફાર થશે. એ જ રીતે પહેલાં શુભ કામ દ્વારા બાંધેલા કર્મની સ્થિતિ વગેરેમાં પણ, પછી અશુભ કામ કરવાને કારણે સમયાનુસાર ફેરફાર થતો રહે છે. તાત્પર્ય એ કે વ્યક્તિના અધ્યવસાયો અનુસાર કર્મની અવસ્થાઓમાં ફેરફાર થતો રહે છે. આ સત્યને દૃષ્ટિમાં રાખીને જૈન કર્મવાદને ઈચ્છાસ્વાતન્ત્યનો વિરોધી નથી મનાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org