________________
૨૬
શબ્દનો, નિકાચનને માટે ‘નિયતવિપાકી’ શબ્દનો, સંક્રમણને માટે ‘આવાપગમન’ શબ્દનો અને ઉપશમનને માટે ‘તનુ' વગેરે શબ્દોનો પ્રયોગ થયેલો જોવા મળે છે. કર્મ અને પુનર્જન્મ
કર્મ અને પુનર્જન્મનો અતૂટ સંબંધ છે. કર્મનું અસ્તિત્વ સ્વીકારો એટલે તેના ફલસ્વરૂપે પરલોક એટલે કે પુનર્જન્મનું અસ્તિત્વ પણ સ્વીકારવું પડે જ. જે કર્મોનાં ફળ આ જન્મમાં મળતાં નથી તે કર્મોનાં ફળોની પ્રાપ્તિ (ભોગ) માટે પુનર્જન્મ માનવો અનિવાર્ય છે. પુનર્જન્મ (પુનર્ભવ) ન માનીએ તો કર્મના નિર્દેતુક વિનાશમાં (અર્થાત્ કૃતપ્રણાશમાં) અને અકૃત કર્મના ભોગમાં (અર્થાત્ અકૃતકર્મભોગમાં) માનવું પડે. પરિણામે કર્મવ્યવસ્થા દૂષિત બની જશે. આ દોષોથી બચવા કર્મવાદીઓએ પુનર્જન્મનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે. એટલે જ વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે ભારતીય પરંપરાઓમાં કર્મમૂલક પુનર્જન્મનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે.
જૈન કર્યસાહિત્યમાં સમસ્ત સંસારી જીવોનો સમાવેશ ચાર ગતિઓમાં કરવામાં આવ્યો છે : મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ. મૃત્યુ પછી જીવ પોતાના કર્મ અનુસાર આ ચારમાંથી કોઈ એક ગતિમાં જન્મે છે. જ્યારે જીવ એક શરીરને છોડી બીજું શરીર ધારણ કરવા જાય છે ત્યારે આનુપૂર્વી નામ કર્મ તેને ઉત્પત્તિસ્થાને પહોંચાડી દે છે. આનુપૂર્વી નામ કર્મને માટે નાસા-રજ્જુનું અર્થાત્ નાથનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. જેમ બળદને આમ-તેમ દોરી જવા માટે નાથની સહાય અપેક્ષિત છે તેમ જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં પહોંચાડવા માટે આનુપૂર્વી નામ કર્મની મદદની જરૂર પડે છે. સમશ્રેણી (ઋજુ) ગતિ માટે આનુપૂર્વાની જરૂર નથી પરંતુ વિશ્રેણી (વક્ર) ગતિ માટે આનુપૂર્વીની જરૂર પડે છે. ગત્યત્તરના સમયે જીવની સાથે કેવળ બે પ્રકારના શરીર હોય છે ઃ તૈજસ અને કાર્યણ. બીજા પ્રકારના શરીરોનું (ઔદારિક અને વૈક્રિયનું) નિર્માણ તો ઉત્પત્તિસ્થાને પહોંચ્યા પછી શરૂ થાય છે.
૧. જુઓ યોગદર્શન તથા યોગવિંશિકા (પં. સુખલાલજી દ્વારા સંપાદિત), પ્રસ્તાવના, પૃ. ૫૪; Outlines of Indian Philosophy (P. T. Srinivasa Iyenger), પૃ. ૬૨. ૨. આ પરંપરાઓની પુનર્જન્મ અને પરલોક વિશેની માન્યતાઓ માટે જુઓ આત્મમીમાંસા, પૃ. ૧૩૪-૧૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org