________________
૧ ૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ સમન્વયથી જ અર્થસિદ્ધિ થાય છે. ઈશ્વર કે બ્રહ્મને જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનું કારણ માનવું કે તેને તેમનો નિયંતા માનવો નિરર્થક છે. કર્મ વગેરે અન્ય કારણોથી જ જીવોનાં જન્મ, જરા, મરણ આદિની સિદ્ધિ કરી શકાય છે. કેવળ ભૂતોથી જ્ઞાન, સુખ, દુઃખ, ભાવના વગેરે ચૈતન્યમૂલક ધર્મોની સિદ્ધિ કરી શકાતી નથી. જડ ભૂતોથી અલગ સ્વતંત્ર ચેતન તત્ત્વનું અસ્તિત્વ સ્વીકારવું અનિવાર્ય છે કારણ કે મૂર્ત જડ અમૂર્ત ચૈતન્યને કદાપિ ઉત્પન્ન કરી શકે નહિ. જેનામાં જે ગુણનો સર્વથા અભાવ હોય તેનાથી તે ગુણ કદાપિ ઉત્પન્ન થઈ શકે નહિ. આમ ન માનીએ તો કાર્યકારણભાવની વ્યવસ્થા ભાંગી પડે. પરિણામે, ભૂતોને પણ કોઈ કાર્યનું કારણ માનવા માટે આપણા ઉપર બૌદ્ધિક બંધન રહેશે નહિ. આવી પરિસ્થિતિમાં કોઈ કાર્યનું કારણ શોધવું નિરર્થક બની જશે. તેથી, જડ અને ચેતન એ બે પ્રકારના બે સ્વતન્ત્ર તત્ત્વોનું અસ્તિત્વ સ્વીકારવાની સાથે કર્મમૂલક વિશ્વવ્યવસ્થા માનવી એ જ તર્કસંગત જણાય છે. પ્રાણીનું વિશેષ વિશેષ કર્મ પોતાના નૈસર્ગિક સ્વભાવ પ્રમાણે સ્વતઃ (ઈશ્વરની અપેક્ષા રાખ્યા વિના જ) પોતાનું ફળ આપવા સમર્થ છે. એના માટે કોઈ નિયત્રક, નિયામક કે ન્યાયદાતા ઈશ્વરની જરૂર જ નથી. કર્મનો અર્થ
સામાન્ય રીતે “કર્મ' શબ્દનો અર્થ કાર્ય, પ્રવૃત્તિ કે ક્રિયા કરવામાં આવે છે. કર્મકાંડમાં યજ્ઞ વગેરે ક્રિયાઓને કર્મ કહેવામાં આવે છે. પૌરાણિક પરંપરામાં વ્રત-નિયમ વગેરે ધાર્મિક ક્રિયાઓને કર્મ કહી વર્ણવવામાં આવે છે. વ્યાકરણશાસ્ત્રમાં કર્તા જેને પોતાની ક્રિયા દ્વારા પ્રાપ્ત કરવા ઈચ્છે છે, અર્થાત જેના ઉપર કર્તાના વ્યાપારનું ફળ આવી પડે છે, તેને કર્મ કહેવાય છે. ન્યાયશાસ્ત્રમાં ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન આ પાંચ ક્રિયાઓને “કર્મ' નામ આપ્યું છે. જૈન પરંપરામાં કર્મના બે પ્રકાર મનાયા છે - દ્રવ્યકર્મ અને ભાવકર્મ. રાગ-દ્વેષરૂપ પરિણામ એટલે કે કષાયો ભાવકર્મ કહેવાય છે. કાશ્મણ જાતિના પુગલો – જડતત્ત્વવિશેષ – કષાયને કારણે આત્માની સાથે સેળભેળ થઈ જાય છે, આ મુદ્દગલો દ્રવ્યકર્મ કહેવાય છે.
જૈન પરંપરામાં જે અર્થમાં “કર્મ' શબ્દનો પ્રયોગ થયો છે તે અર્થમાં કે તેને મળતા આવતા અર્થમાં બીજાં દર્શનોમાં નીચે જણાવેલા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે : માયા, અવિદ્યા, પ્રકૃતિ, અપૂર્વ, વાસના, આશય, ધર્માધર્મ, અદષ્ટ, સંસ્કાર, દૈવ, ભાગ્ય વગેરે. માયા, અવિદ્યા અને પ્રકૃતિ શબ્દો વેદાન્તમાં મળે છે. અપૂર્વ શબ્દ મીમાંસાદર્શનમાં પ્રયોજાયો છે. વાસના શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org